ખટોદરા PI એમ.બી.ખીલેરી, PSI સી.પી ચૌધરી સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ પૂરા કેસની તપાસ સુરત સ્પેશ્યલ બ્રાંચના DCPને સોંપવામાં આવી છે. PI, PSI, તેમજ પોલીસ જવાનો સામે 302 ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત પોલીસ આ પૂરા કેસની તપાસ કરી રહ્યાં છે. સ્થાનિક પોલીસ તેમજ DCBની ટીમ પોલીસ આરોપીઓને પકડવા કામ પર લાગી ગઈ છે.
આરોપી પોલીસ કર્મચારીઓના નામ...
1.એમ.બી.ખીલેરી ( PI ખટોદરા પો.સ્ટે.)
2.સી.પી.ચૌધરી( PSI ખટોદરા પો.સ્ટે.)
3.હરીશભાઈ (ડી સ્ટાફ)
4.કનકસિંહ (ડી સ્ટાફ)
5.પરેશભાઈ (ડી સ્ટાફ)
6.અશિષભાઈ (ડી સ્ટાફ)
7.કલ્પેશભાઈ (ડી સ્ટાફ)
8.દીલુભાઇ ( ડી સ્ટાફ)