સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા વેશુમાં બનેલી આકર્ષક બિલ્ડીંગ કે, જેમાં કરોડોના ફ્લેટ છે. તેમાં બિલ્ડરને 7 દિવસ ફ્લેટ ખાલી કરાવવા નોટિસ મળી ગઈ છે. હાઇરાઇસ બિલ્ડીંગમાં વસવાટ કરી રહેલા લોકોને આ બિલ્ડીંગ ખાલી કરવી પડશે. જો ખાલી નહિ કરે તો પાલિકા ડીમોલેશનની કાર્યવાહી પણ હાથ ધરશે.
સુરતના એરપોર્ટ પર વિમાન લેન્ડીંગ માટે નડતરરૂપ બિલ્ડીંગ ઓળખીને એરપોર્ટ ઓથોરીટીએ મહાનગર પાલિકા સાથે બેઠક યોજી નડતર રૂપ બિલ્ડીંગના ફ્લેટ ખાલી કરાવવા સૂચના આપી હતી. ત્યારબાદ નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવી, પરંતુ બિલ્ડરે ફ્લેટ હોલ્ડરોને પજેશન આપી દેવાયો જેની ફરિયાદ થતા પાલિકાએ બિલ્ડરને નોટિસ આપી દીધી હતી. જો 7 દિવસમાં વસવાટ ખાલી કરવામાં નહીં આવે તો તમામ ફ્લેટ સીલ કરવાનો ઉલ્લેખ કરાયો હતો.
પાલિકાએ ઈવોલ્યુશન અને હેપ્પી ગ્લોરીયસ નામની બિલ્ડીંગને નડતરરૂપ બાંધકામ દુર કરવા માટે નોટિસ આપી હતી. બિલ્ડીંગના ડેવલપરે નોટિસનો અમલ કરવાના બદલે વસવાટ પરવાનગીની ફાઈલ રજુ કરી દીધી હતી. એરપોર્ટ ઓથોરીટીની સુચના અને નડતરરૂપ બાંધકામ દુર ન કરાયું હોવાથી પાલિકાએ બન્ને બિલ્ડીંગમાં નડતરરૂપ ભાગ ન દુર કરાયો હોવાથી વસવાટ પરવાનગીની ફાઈલ ના મંજુર કરી દીધી હતી. તેમ છતાં બન્ને બિલ્ડીંગમાં ગેરકાયદે વસવાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વસવાટ પરવાનગી વિના જ વેસુના હેપ્પી ગ્લોરિયસ અને ઈવોલ્યુશન બિલ્ડીંગના પ્રોજેક્ટમાં વસવાટ શરૂ કરાતા પહેલાં પાલિકા સમક્ષ ખોટું બોલીને પાણીના જોડાણ લેવામાં આવ્યા હતા. મેઈન્ટેનન્સ માટે પાણીના જોડાણ તો મેળવી લેવાયા પણ ડ્રેનેજ જોડાણ કેવી રીતે મોટો પ્રશ્ન છે.