ETV Bharat / state

બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની તેના પ્રેમીએ જ કરી હત્યા - Baben village

બારડોલીના બાબેન ગામે લકઝરીયા એપાર્ટમેન્ટમાં એક યુવક સાથે લિવ ઇનમાં રહેતી યુવતી લાપતા થઈ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે યુવતી જેની સાથે લિવ ઇનમાં રહેતી હતી તે યુવકની પૂછપરછ કરતા તેણે જ યુવતીની હત્યા કરી તેના મૃતદેહને વાલોડના નવા ફળીયા ખાતે આવેલા ખેતરમાં દાટી દીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાલોડ વ્યારા પ્રાંત અને વાલોડ મામલતદારની હાજરીમાં એફ.એસ.એલની મદદથી ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બારડોલીના બાબેન ગામથી ગુમ થયેલી યુવતીની હત્યા

author img

By

Published : Nov 23, 2020, 12:00 PM IST

  • બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની હત્યા
  • યુવતીના પ્રેમીએ જ હત્યા કરી મૃતદેહને ખેતરમાં દાટી દીધો
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ જિલ્લામાં બારડોલીના બાબેન ગામે આવેલા લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય યુવતી લાપતા થયા બાદ તેનો મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવતી તેમના ગામ કિકવાડના જ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 15 તારીખના રોજ ઝઘડો થતાં યુવકે તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સસરાના ખેતરમાં જ તેને દાટી દીધી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા છેલ્લા કેટલાક સમયથી ગામના જ યુવક ચિરાગ સુરેશ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને ચિરાગ થકી તેને 3 વર્ષનો પુત્ર પણ છે.

બારડોલીના બાબેન ગામથી ગુમ થયેલી યુવતીની તેના પ્રેમીએ જ કરી હત્યા

ત્રણ દિવસ સુધી સંપર્ક નહીં થતા પિતાને ગઈ હતી શંકા

રશ્મિના પિતા જયંતી વનમાળી પટેલે ગત્ત 15 નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે ટિફિન આપવા માટે રશ્મિને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન ચિરાગે રિસીવ કરી રશ્મિ હાલ ઘરમાં નથી અને મને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે, એમ કહી ફોન મૂકી દીધો હતો. દરમિયાન 16 અને 17 નવેમ્બરના રોજ પણ સંપર્ક નહીં થઈ શકતા તેઓ પોતાના ભત્રીજા હિરેન કટારીયા સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી બહેન અને રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર હાજર હતા. કામવાળીને પૂછતાં તેમણે રશ્મિ બહાર ફરવા ગઈ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતરે ગયા હોવાનું જણાવ્યું હતું. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તે મળી આવી ન હતી. જેથી અંતે જયંતિભાઈએ પોતાની પુત્રી લાપતા થઈ હોવા અંગે બારડોલી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

બારડોલીના બાબેન ગામથી ગુમ થયેલી યુવતીની હત્યા
બારડોલીના બાબેન ગામથી ગુમ થયેલી યુવતીની હત્યા

પુલિસે કડકાઈથી પૂછપરછ કરતા યુવકે કરી કબૂલાત

બારડોલી પોલીસ દ્વારા રશ્મિના લાપતા થવા અંગે તપાસ આરંભી હતી. રશ્મિના પિતા જયંતિભાઈએ ચિરાગ સામે શંકા વ્યક્ત કરતા પોલીસે ચિરાગની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેથી પોલીસની પૂછપરછ દરમિયાન ચિરાગે રશ્મિની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી.

હત્યા બાદ મૃતદેહને ખેતરમાં દાટ્યો

રશ્મિ સાથે 15 તારીખના રોજ ઝઘડો થતા ગુસ્સામાં આવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદમાં પોતાની કારમાં મૃતદેહને મૂકીને તે વાલોડ તાલુકાના નવા ફળીયા ખાતે આવેલા તેના પહેલા સસરાના ખેતરમાં મૃતદેહને દાટી દીધો હતો. આ વાત પોલીસ સમક્ષ સ્વીકાર કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બારડોલી પોલીસે વાલોડ પોલીસ, મામલતદાર અને એફ.એસ.એલની ટીમ સાથે જ્યાં મૃતદેહ દાટ્યો હતો ત્યાં જે.સી.બી. મશીન વડે ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય લોકોની પણ સંડોવણી હોવાની સંભાવના

એકલા હાથે હત્યા કર્યા બાદ તેને કારમાં મૂકી નવા ફળીયા સુધી લઈ જઈ મૃતદેહને દાટવો મુશ્કેલ કામ છે. આ કામમાં અન્ય લોકો પણ મદદગારીમાં સામેલ હોવાની શંકા સેવાઇ રહી છે. જોકે, હાલ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી હોય અન્ય બાબતો અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

યુવતીને પાંચ માસનો ગર્ભ હતો

લાપતા થનારી યુવતીને પ્રથમ એક ત્રણ વર્ષીય પુત્રની માતા બની હતી. જે બાદ હાલ તે ગર્ભવતી હતી. તેને 5 માસનો ગર્ભ હોવાથી ઘર છોડી જવા અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી હતી.

ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને વચ્ચે ઝઘડા બાદ ચિરાગે ગુસ્સામાં આવી રશ્મિનું ગળું દબાવી દીધું હતું. જેને કારણે રશ્મિનું મોત નીપજ્યું હતું. મોત નિજપતા ગભરાઈ ગયેલા ચિરાગે મૃતદેહને સગેવગે કરવા માટે એક પ્લાસ્ટિકના કોથળામાં મૃતદેહને પેક કરી દીધો હતી. મૃતદેહ જલ્દી પીગળી જાય તે માટે કોથળામાં મીઠું પણ નાખ્યું હતું.

ખેતરમાં લેવલિંગનું કામ ચાલતું હતું ત્યાં જ દફનાવી દીધી

વાલોડના નવા ફળીયા ખાતે આવેલા તેના પહેલા સસરાના ખેતરમાં જમીન લેવલિંગનું કામ ચાલતું હતું, ત્યારે ચિરાગ રશ્મિના મૃતદેહને કોથળામાં ભરી પોતાની વેરના કારમાં લઈ ગયો હતો અને ત્યાં તૈયાર ખાડામાં દાટી દીધા બાદ બીજા દિવસે ખાડા પર ટ્રેકટરથી માટી નાખી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.