સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સહિત મુંબઈ ખાતે ભારે મેઘ મહેર થઇ છે. ત્યારે મેઘરાજાની ધુંઆધાર સવારીના પગલે મુંબઈ આખું પાણી-પાણી થઇ ગયું છે. જેની સીધી અસર જોવા મળી રહી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાણ થવાથી ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનને દોઢથી બે કલાક મોડી દોડાવવામાં આવી રહી છે. સોમવારના રોજ સુરત રેલ્વે સ્ટેશન પર રોજબરોજ અપડાઉન કરતા અને નોકરી-ધંધાએ જવા નીકળેલા લોકોએ હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો એવા હતા. જ્યાં પ્રથમ વખત નોકરી માટે અમદાવાદ જવાના હતા.
જે અમદાવાદ ખાતે નોકરીના ઇન્ટરવ્યૂ હોવાથી ટ્રેન દોઢથી બે કલાક મોડી દોડવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ટ્રેન વ્યવહાર પર માઠી અસર પહોંચવાના કારણે મુસાફરોને પડી રહેલી હાંલાકીને લઈ રેલવે વિભાગ દ્વારા ફાયર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ મુસાફરોનો અવિરત અને પૂછપરછનો મારો જોવા મળ્યો હતો. રેલ્વે વ્યવહાર તાકીદે શરૂ થાય તેને લઇ રેલવે વિભાગ દ્વારા પણ અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પર અસર
- 12935 - બાંદ્રા ટર્મિનસ - સુરત રદ કરવામાં આવી.
- 69139 - બોરીવલી - સુરત રદ કરવામાં આવી.
- 61002/61001 - વસઈ રોડ -બોઇસર - વસઈ રોડ રદ કરવામાં આવી.
- બાંદ્રા ટર્મિનસ - જયપુર બાંદ્રા ટર્મિનસ વચ્ચે રદ કરવામાં આવી.
- 09070 - વલસાડ - વાપી રદ.
- 09069 - વાપી - સુરત રદ
- 69174 - દહાણુ રોડ - બોરીવલી રદ
- 93002 - દહાણુ રોડ - બોરીવલી રદ.
- 12922 - સુરત - મુંબઇ સેન્ટ્રલ નવસારી ખાતે સમાપ્ત.
- 19004 - ભુસાવલ - બાંદ્રા ટર્મિનસ બોઇસર પર રોકી દેવામાં આવી છે.
- 59038 - સુરત - વિરાર બીલીમોરા પર રોકીન દેવામાં.
- 59024 - વલસાડ - મુંબઇ સેન્ટ્રલ ઉદવાડા ખાતે રોકી દેવામાં આવી
- 19023 મુંબઇ સેન્ટ્રલ - ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, 19015 મુંબઇ સેન્ટ્રલ - પોરબંદર, 12471 બાંન્દ્રાથી શ્રી વૈષ્ણોદેવી કત્રા અને 12009 મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વિશે 1 કલાક માટે મોડી દોડાવવામાં આવી.
તો આ મામલે રેલવેના અધિકારીઓ દ્વારા મુંબઇ સેન્ટ્રલ પર નિયંત્રણ રૂમમાં પુનઃસંગ્રહ કામ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પાણીનો પ્રવાહ ઘટતા ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવશે. 30 કિલોમીટર પ્રતિ કલાકની પ્રતિબંધિત ઝડપે 8.05 કલાકે શરૂ કરવામાં આવી છે.