સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Department of Food and Drugs) ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ (Sale of syrup without doctor prescription) તથા અન્ય નશાયુકત દવાઓનું વેચાણ કરતા (selling Non prescription drugs) મેડીકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. પર્વત ગામ સ્થિત આવેલા પ્રમુખ ડોક્ટર હાઉસમાં પ્રમુખ મેડિકલ સ્ટોરમાં પોલીસે દરોડો પાડી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતી 368 નંગ ટેબલેટ તેમજ 16 નંગ નશાકારક સીરપની બોટલો કબજે કરી હતી.
SOG પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી પર્વત ગામ પ્રમુખ ડોક્ટર હાઉસમાં (Parvat Village Chief Doctor House) આવેલા પ્રમુખ મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુકત દવાઓનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન (SOG Police Special Operation) ગ્રુપ પોલીસને મળી હતી. જેના આધારે SOG પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી. જેમાં મેડીકલ સ્ટોરના સંચાલક સ્વરૂપ દ્લારામ દેવાસી દ્વારા કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ કર્યું હતું. જેથી SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અહીં દરોડો પાડ્યો હતો.
પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ SOG પોલીસે જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલી અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટ તથા સીરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતી 368 નંગ ટેબલેટ તેમજ 16 નંગ નશાકારક સીરપની બોટલો કબજે કરી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવાથી તેઓ દ્વારા મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.