- મહુવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
- પોતાના જ ખેતરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું
સુરતઃ જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પુના ગામની સીમમાં એક વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષભાઈ વિનોદભાઈ ચૌધરીનો મૃતદેહ રવિવારે પુના ગામની સીમમાં તેમના જ ખેતરમાં આવેલા આંબાના વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેઓ ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યા હતા.