ETV Bharat / state

LRD Exam 2022: LRD પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થા રહેશે, દરેક સેન્ટર પર PI નો રહેશે બંદોબસ્ત - LRD પરીક્ષા અપડેટ 2022

ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતા. આ દરમિયાન ગૃહપ્રધાને LRDની પરીક્ષાને( LRD Exam 2022)લઈને નિવેદન આપ્યું કે, વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી થાય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કરી શકે છે. દરેક સેન્ટર ઉપર PI નો બંદોબસ્ત છે. ગૃહપ્રધાને કહ્યું કે, યુવરાજસિંહે આપેલી અરજી મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ અરજીઓને અમે ગંભીરતા પૂર્વક લીધી છે.

LRD Exam 2022: LRD પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થા રહેશે, દરેક સેન્ટર પર PI નો રહેશે બંદોબસ્ત

author img

By

Published : Apr 9, 2022, 3:40 PM IST

Updated : Apr 9, 2022, 3:55 PM IST

સુરત: રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે હતા. એક કાર્યક્રમમાં તેઓએ લોકરક્ષક દળની પરીક્ષાને ( LRD Exam 2022)લઇ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી થાય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કરી શકે છે. યુવરાજ સિંહને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અમે હંમેશા યુવરાજસિંહ દ્વારા પરીક્ષાને(LRD Written Exam 2022)લઇ આપવામાં આવતી ફરિયાદને ગંભીરતાથી લીધી છે.

LRDની પરીક્ષા

પરીક્ષા સેન્ટર ઉપર તમામ સુવિધા - લોકરક્ષક પરીક્ષા આ અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે આ પરીક્ષાને લઇને ખૂબ કાળજી લઇ રહી છે અને એક ટોળકીને પણ પકડી પાડવામાં આવી છે. તમામ પરીક્ષા સેન્ટર (Lokarakshak Examination Center)ઉપર ઝડબેસલાક વ્યવસ્થા રહેશે. દરેક સેન્ટર ઉપર P.I નો બંદોબસ્ત છે. ખોટી વિગતોથી ભરમાશો નહિ (LRD Exam Update 2022)તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરશો. પોલીસના ઉચ્ચ અધિકારી હસમુખ પટેલની આગેવાનીમાં પરીક્ષા યોજાશે.

આ પણ વાંચોઃ LRD Written Exam 2022 : 10 એપ્રિલે LRD લેખિત પરીક્ષા, 4 એપ્રિલના રોજ કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ

અતિરિક્ત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી - ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન યુવરાજસિંહ આપેલી અરજી મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ અરજીઓને અમે ગંભીરતા પૂર્વક લીધી છે. અરજીઓની અત્યાર સુધી વ્યવસ્થિત તપાસ કરાઈ છે. કાયદો કાયદાનું કામ કરશે. જે પોલીસ કર્મીને બોનેટ ઉપર ચડાવી દેવાયા તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અતિરિક્ત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. યુવરાજ જે પણ પરીક્ષા લગતી વાતો લાવ્યા અમે ગંભીરતા પૂર્વક લીધી છે.વ લસાડ પત્રકાર પર થયેલા પોલીસ ફરિયાદ આ મામલે પણ તેઓએ જણાવ્યું હતું કે, પત્રકાર દ્વારા લખાયેલા અહેવાલની તપાસ કરશે.પોલીસે કરેલી કાર્યવાહી મામલે પણ તપાસ કરાશે.
આ પણ વાંચોઃ LRD Exam 2022 : ગુજરાતમાં LRDની પરીક્ષા 954 કેન્દ્રો પર યોજાશે, જેમાં 2.95 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

Last Updated : Apr 9, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.