અમદાવાદ રાજ્યભરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. તે અંતર્ગત સુરતમાં કુલ 62.27 ટકા મતદાન થયું (Low Polling in Surat for Gujarat Election) હતું. જોકે, અહીં વર્ષ 2017માં 66.79 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે અહીં 4.52 ટકા મતદાન ઓછું થયું હતું. એટલે કે આ વખતે મતદાતાઓને મતદાન કરવામાં જાણે કોઈ રસ જ નહતો તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સાથે જ હવે રાજકીય પાર્ટીઓ ચિંતામાં મૂકાઈ ગઈ છે.
રાજકીય પાર્ટીઓ ચિંતામાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓએ (Gujarat Political News) અહીં પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. તેમ છતાં અહીં મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અહીં જાહેરસભા અને રોડ શૉ (PM Modi Road Show in Surat) કર્યો હતો. તેમ છતાં તેની કોઈ અસર જોવા મળી નહતી તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાને અહીં જાહેરસભામાં રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી. છતાં પણ ગઈ ચૂંટણી (Gujarat Election 2022) કરતા આ વખતે ઊલટાનો મતદાનનો આંકડો 62.27 ટકાએ સીમિત થઈ ગયો હતો.
ક્યાં કેટલું મતદાન સુરતમાં કુલ 16 બેઠકો આવેલી છે. ક્યાં કેટલું મતદાન થયું તેની પર એક નજર (Low Polling in Surat for Gujarat Election) કરીએ તો, બારડોલીમાં 66.07 ટકા, રાજ્યમાં સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર 56.86 ટકા, કામરેજમાં 60.28 ટકા, કારંજમાં 50.54 ટકા, કતારગામમાં 64.08 ટકા, લિંબાયતમાં 58.52 ટકા, મહુવામાં 73.73 ટકા, મજુરામાં 58.07 ટકા, માંડવીમાં 76.02 ટકા, માંગરોળમાં 74.09 ટકા, ઓલપાડમાં 64.65 ટકા, સુરત પૂર્વમાં 64.80 ટકા, સુરત ઉત્તરમાં 59.24 ટકા, સુરત પશ્ચિમમાં 62.92 ટકા, ઉધનામાં 55.69 ટકા, વરાછા રોડમાં 56.38 ટકા મતદાન થયું હતું.
સૌથી વધુ મજૂરા બેઠક ચર્ચામાં અહીં સૌથી વધુ ચર્ચામાં હોય તેવી સીટ હતી મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Constituency). કારણ કે, આ બેઠક પરથી ભાજપે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi BJP Candidate for Majura) ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જોકે, પહેલાથી જ તેઓ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. તેમ છતાં હવે આ વખતે તેમને રિપીટ કરાયા હતા. જોકે, આ વખતે મતદાનમાં ઘટાડો થતાં રાજકીય પાર્ટીઓમાં ચિંતા જોવા મળશે તે નક્કી છે.
મતદારો પણ કોઈ અસર નહીં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા (PM Modi Public Meeting in Surat), કૉંગ્રેસના પ્રચાર અને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની મફત આપવાની સ્કીમની કોઈ જ અસર જોવા ન મળી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે, સુરતમાં સૌથી મોટી ચોર્યાસી બેઠક પર પણ આ વખતે માત્ર 56.86 ટકા મતદાન થતાં એ મતદાતાઓની નારાજગી બતાવી રહી છે.