સુરત: નગરપાલિકા અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાને ઘેરી હતી. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં મોટા ઉપાડે ડુપ્લિકેશન ચાલી રહ્યું છે. પદાર્થોમાં થતા ભેળસેળ સામે પાલિકાતંત્ર કેમ ઠંડું પડી જાય છે તેવા પ્રશ્નો કર્યા હતા કે આ પાપ તાકીદે બંધ નહીં થાય તો દરેકના ઘરમાં માંદગીનું કારણ બની જશે' તેવી રાવ સાથે કડક પગલાંની માંગ કરી હતી.
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ: આ બાબતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે ખાસ કરીને આરોગ્ય વિભાગની અંદર જે સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થઇ રહેલું ડુબ્લીકેશનના જે સેમ્પલ લેવામાં આવે છે. તો એની માટે મેં રજુઆત કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. તો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આવા ખાદ્ય પદાર્થો ખાવાથી લોકો બીમાર પડે છે. જ્યારે દરેક બાબતમાં સુરત નંબર 1 પર હોય વિકાસ, બ્રિજ, કે પછી સ્વચ્છતાની વાત હોય તો આરોગ્યની કામગીરીમાં પણ નંબર 1 રેહવું જોઈએ એવું મારું માનવું છે.
વરાછા અને ચીકુવાડી બ્રિજનું કામ મંથરગતિએ: મારી બીજી રજુઆત બ્રિજને લઈને છે કે જે મોટા વરાછા અને ચીકુવાડીનો બ્રિજનું કામ ખુબ જ ધીમી ગતિએ થઈ રહ્યું છે. તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેની માટે આગળ પણ પત્ર લખવામાં આવ્યો હતો. ઝડપથી પૂર્ણ થાય તો તેની માટે તમે કયા પ્રકારની કાર્યવાહી કરશો. જેનો મને લેખિતમાં જવાબ આપો.
ફ્લાય ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ: વધુમાં જણાવ્યુંકે, ત્રીજો મુદ્દો મારાં મતવિસ્તારમાં વરાછા ફ્લાય ઓવરબ્રિજ નીચે ઘણા લોકો ગેરરીતે વસવાટ કરવા લાગ્યા છે.જેને કારણે તેઓ પોતે જ નાના મોટા ઝુંપડાઓ પણ બંધી દીધા છે. અને તેઓ અવરનવર આપસમાં ઝઘડો પણ કરતા રહે છે.અને તેઓ ખૂબ જ ગંદકી પણ કરતા હોય છે.આ લોકોને વારંવાર ત્યાંથી હટાવામાં આવે પણ તેમ છતાં ફરી પછી આવી જાય છે.મેં આની રજુઆત પણ કરી છે. અને પાલિકા કમિશનરને ફોટોગ્રાફસ પણ આપ્યા છે. અને આ મામલે કોઈ પગલાં નહીં ભરવા માંગતા હોય તો મને લેખિતમાં જવાબ આપી તો હું મારી રીતે કાર્ય કરીશ.
અસામાજિક તત્વોનો ત્રાસ: મારાં વિસ્તારમાં શાંતિકુંજ જે વડીલોને બેસવા માટેનું સ્થાન છે. પરંતુ હવે આ શાંતિકુંજ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યાં કોઈ પ્રકારની સાફસફાઈ કરવામાં આવતું નથી. નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની તકેદારી રાખવામાં આવતું નથી. ત્યાં સિક્યુરિટી પણ નથી. વડીલો આવે તો તેઓને લોકો હેરાન કરે છે. ત્યાં બેસીને ગપ્પા મારે દારુ-સિગરેટ પીવે છે. એની માટે રજૂઆત કરી છે.
મહિલાઓ માટે એક અલગ BRTS બસ ચલાવામાં આવે: મેં ઘણા સમયથી BRTS બસમાં મહિલાઓ માટે અલગ ચાલવામાં આવે તેવી માંગ કરી હતી આજે BRTS બસમાં બધા સાથે હોય છે ત્યારે આવા સમયે આવા સામાજિક તત્વો છેડતી કરીને તેનો લાભ ઉચકે છે. પરંતુ જો મહિલાઓની બસ અલગ રહેશે તો આ પ્રકારની ઘટનાઓ થતી અટકશે. જેમકે મુંબઈના લોકલ ટ્રેનમાં મહિલાઓની અલગ કોચ હોય છે. તેજ રીતે અલગ એક BRTS બસ ચલાવવામાં આવે. આ માંગણી આ પહેલા પણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એ કાર્ય પણ પૂર્ણ થયું નથી.