સુરત : મંગળવારના સવારના સાતેક વાગ્યાના અરસામાં સારોલીના ગોડાઉનમાંથી યાર્નના બોક્સ ભરી ડ્રાઈવર મેહરારામ રાણા રામ રબારી ટેમ્પામાં સવાર અન્ય બે વ્યક્તિ કીમ ખાતે ખાલી કરવા જઈ રહ્યા હતા. ત્યારે કામરેજના ખોલવડ તાપી નદી પુલ પર ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે ટેમ્પો પુલના ડિવાઈડર સાથે ભટકાતા ડીવાઈડર તોડી લટકી ગયો હતો.
એકનું મૃત્યુ : આ ધટનામા કેબિનમાં બેઠેલા દિનેશ ટુકન હજારા (ઉ.વ 47) અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. સુરત જિલ્લા ટ્રાફિક PI વી.કે. પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત ટેમ્પા સહિત કેબિનમાં ફસાયેલા મૃતકને ક્રેન દ્વારા ખસેડી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Valsad News : લગ્નના ઘોડે ચડે તે પહેલા યુવાન અકસ્માતમાં મૃત્યુ
પીપોદરા બ્રિજ પર પણ અકસ્માત : સુરત જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે પર પણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકને ઈજાઓ થઈ હતી. તેમજ ટ્રકને નુકસાન થયું હતું અને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ NHAI વિભાગને થતા NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રક સાઇડમાં કરાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.
આ પણ વાંચો : Navsari Highway : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી
નસવાડી ગામે ટ્રક પલટી મારી ગયો : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તરફથી 22 વ્હીલની ટ્રકમાં 600 બોરી ખાંડ ભરી એક ટ્રક બોડેલી તરફ આવી રહી હતી, પરતું ટ્રકનો ડ્રાઈવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાથી નસવાડી બોડેલી હાઇવે નંબર 56 ઉપર નસવાડી નજીક રહેણાક વિસ્તારમાં એક મકાન પાસે એક મોટા ઝાડ સાથે અથડાતા ટ્રક પલટી મારી હતી. ટ્રક પલટી ખાઈ જવાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકો ઘટના સ્થળે દોડી આવતા ટ્રક પાસે ડ્રાઇવર પડેલો હોવાથી 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરતાં નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરતાં ટ્રકના કેબિનમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જોકે આ બનાવવામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.