સુરત: ભારત ચીન LAC તણાવ વચ્ચે ચીન ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા માટે નવી ચાલ રમી શકે છે. જેના કારણે ચીનની હીરા ઉદ્યોગ પર નજર છે. કારણ કે, હોંગકોંગથી ડાયમંડ ખરીદનારા 100 જેટલા ચીનના વેપારીઓની ધરપકડ ચીન સરકારે કરી છે. જેમાં એક ભારતીય વેપારી પણ સામેલ છે. જો કે, ભારતીય વેપારીને છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ શું ચીનની નજર ભારતના હીરા ઉદ્યોગ પર છે ? ચીન કોઈ નવો કાયદો બનાવીને ભારતને નુકસાન પહોંચાડવા માટે આવનારા દિવસોમાં ચાલ રમી શકે છે ? તેની ચર્ચા સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહી છે.
ભારતનો હીરા ઉદ્યોગ સાથે માત્ર 4 ટકા વેપાર કરે છે. જો કે, મોટાભાગના વ્યાપાર હોંગકોંગ સાથે થતો હોય છે અને સુરતના ડાયમંડ હોંગકોંગમાં મોકલવામાં આવે છે. તે જ ડાયમંડ ચીનના વેપારીઓ ચીનના વ્યાપારીક કાયદા પ્રમાણે ખરીદતા હોય છે. ચીનને હાલના સમયમાં ભારત અને હોંગકોંગ બન્ને દેશો સાથે તણાવ ચાલી રહ્યો છે. ચીન જે રીતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પોતાના વેપારીઓ સહિત એક ભારતીય વેપારીની ધરપકડ કરી છે. તેને લઈ આવનારા દિવસોમાં ચીન હીરા વેપારને લઈને નવો કાયદો બનાવી ભારતને આર્થિક નુકસાન પહોંચાડી શકે તેવી ચર્ચા છે.
આ પણ વાંચો - ચીનની વધી રહેલી વિસ્તારવાદી નીતિને અટકાવવા માગે છે ભારત
બીજી બાજુ LAC પર જે રીતે ચીનની ચાલબાજી ચાલી રહી છે તેના પરથી ધ્યાન હટાવવા માટે પણ આ એક કાવતરું હોય એવું હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંત માની રહ્યા છે. ભારતે હાલ જ ચીનની 224 જેટલી એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ચીન પણ ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાની ચાલ રમી શકે છે.
આ પણ વાંચો - LAC પર ભારત ચીન વચ્ચે ઘર્ષણના કારણો: લેફ્ટ. જન. (નિ.) ડીએસ હૂડાની દૃષ્ટિએ