સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ વખતે તેઓ યુએનના હેડક્વાર્ટરમાં જઈને યોગા કરવાના છે. પણ તારીખ 21 જુનની વહેલી સવારે તેમણે પોતાનું એક વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. સુરતમાં યોગા માટે 250 જેટલી ડિસપ્લેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ એક ભૂતો ન ભવિષ્યતી જેવો કાર્યક્રમ છે. સુરતની ધરતી પર યોગાને લઈને એક ઈતિહાસ બની ગયો છે. ગુજરાતમાં 9માં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાખો લોકોના યોગાઃ સુરત શહેરમાં દેશ વિદેશના 1 લાખ 25 હજારથી વધુ લોકો યોગ દિવસમાં જાડાયા હતા. સુરત શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શન થી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકો એ પોતાની મેટ પર જુદા જુદા યોગા-આસન કર્યા હતા. આ માટે 125 બ્લોક બનાવાયા, એક બ્લોક માં એક હજાર લોકોનો સમાવેશ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોકમા એક સ્ટેજ અને એક એલઈડી લગાવાઈ હતી. જેના કારણે મુખ્ય સ્ટેજનું પ્રસારણ જોઈ શકાય.
12 કિમીના રસ્તા પર યોગાઃ આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા આઇકોનિક રોડ છે. 1 લાખ 25 હજાર લોકો એક સાથે યોગ કરી ગીનીશ બુક ઓફ રેકોર્ડ માટે એપ્રોચ કર્યો હતો.આ કાર્યક્રમ માટે 26 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નિધરલેન્ડ થી આવેલા બે વિદેશી નાગરિક પણ યોગ દિવસ ની ઉજવણીમાં શામેલ થયા હતા. સુરત 12 કિલોમીટર વિસ્તાર માં 1 લાખથી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. ક્યુઆર કોડથી દરેક લોકોની ગણતરી કરાઈ હતી.
પ્રધાનોની વાતઃ પીએમ મોદી યોગ ની સંસ્કૃતિ ને પ્રચલિત કરી રહ્યા છે. જ્યારે ભાજપ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, આજે સુરતના લોકો જે રેકોર્ડ બનાવી રહ્યા છે તે ક્યારે પણ તૂટી શકે એમ નથી. માનસિક અને શારીરિક સમસ્યા માટે નિદાન યોગ છે જે નિશુલ્ક છે. અનેક દેશો યોગ ની શક્તિ માને છે. આજે જે દ્ગશ્યો સર્જાયા છે યાદગાર દૃશ્યો છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્ય વ્યાપી ઉજવણી માં વર્ચ્યુઅલ માધયમ થી પીએમ મોદી માર્ગદર્શન આપી રહ્યા છે. યોગ વિદ્યા ને વિશ્વ ભર ને આપવાનો શ્રેય પીએમ મોદીને જાય છે.
મોદી વિશ્વસ્તરે અગ્રેસરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યોગ નો પ્રચાર પ્રસાર હોય કે કોરોના માં કાર્ય પીએમ મોદી અગ્રસર રહ્યા છે. પીએમ મોદી ના કારણે યોગ જાગૃતિ થઈ છે. 180 દેશ ના પ્રતિનિધિ યુંએન હેડ ક્વાટર માં યોગ કરશે. આજે વિશ્વ વિક્રમ સુરત માં યોજાયો છે. પીએમ મોદી ની પ્રેરણા થી ગુજરાત માં યોગ બોર્ડની રચના થઈ છે. જેમાં સભ્યો વધી રહ્યા છે. જેના કારણે 5000 લોકોને રોજગારી મળી છે.