બારડોલી: સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે. એલ.સી.બી. પીઆઇની સીપીઆઈ તરીકે બદલી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. બી.ડી.શાહની બદલી સી.પી.આઈ. સુરત તરીકે કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ કામરેજના પી.આઈ. આર.બી. ભટોળને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
" કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ મથકના પીઆઇ આર.એસ. પટેલ બીજો હુકમ ન થાય ત્યાં સુધી પલસાણા પોલીસ મથકનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. જ્યારે મહિલા પોલીસ મથકના પીઆઇ ઑ.કે જાડેજાને મહિલા પોલીસ મથકના ચાર્જમાંથી છુટા કરવામાં આવશે. આ ઉપરાંત પીએસઆઇ જે.કે. મુળીયાને બીજો હુકમ ન થાય ત્યાં સુધી કીમ પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હુકમમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બદલી પામેલ તમામ પીઆઇ અને પીએસઆઇ કોઈ પણ જાતની રજા ભોગવેલ સિવાય બદલી વાળી જગ્યાએ હાજર થઈ ચાર્જ સંભાળી જિલ્લા પોલીસ વડાની કચેરીને રિપોર્ટ કરવાનો રહેશે.."-- હિતેશ જોયસર (પોલીસ અધિક્ષક)
9 પોલીસ અધિકારીઓની બદલી: 9 પોલીસ અધિકારીઓની અચાનક બદલીથી ખળભળાટ જોવા મળી રહ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા લાંબા સમય બાદ એક સાથે 9 જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં 6 પી.આઈ.અને 3 પી.એસ.આઈ.નો સમાવેશ થાય છે. જાહેર હિતમાં અચાનક કરવામાં આવેલી બદલીથી પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ પી.આઈ.ઓની થઈ બદલી કોસંબા પોલીસ મથકમાં થોડા સમય પહેલા જ મહુવાથી બદલી થઈને આવેલા જે.એ. બારોટની એ.એચ.ટી.યુ. શાખામાં બદલી કરવામાં આવી છે. પીઆઇ એ.ડી. ચાવડાને પલસાણાથી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. એલ.સી.બી.માંથી બી.ડી શાહની બદલી કરી તેમણે સી.પી.આઈ. સુરત તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કામરેજના પી આઈ આર.બી. ભટોળને જિલ્લા એલ.સી.બી.નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ મથકે મૂકવામાં આવ્યા: પીઆઈ ડી.વી. રાણાની લીવ રિઝર્વ માંથી કામરેજ પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે. સીપીઆઈ, સુરત તરીકે ફરજ બજાવતા સી.બી. ચૌહાણને મહિલા પોલીસ મથકના પીઆઇ. તરીકે મૂકવામાં આવ્યા છે. આ પી.એસ.આઈ. ઓની થઈ બદલી પી.એસ.આઈની વાત કરવામાં આવે તો કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.આર. રાવને કામરેજ વિભાગમાં રીડર તરીકે, કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.સી.સરવૈયાને બારડોલી વિભાગીય કચેરીમાં રીડર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઇ જે.એસ. વસાવાને કોસંબા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.