આ સ્મૃતિવનમાં 19000 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં આશરે એક હજાર જેટલા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે. સાથે જ દેશમાં વર્તી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઈ પર્યાવરણ જાળવણીની મુહિમ મનિન્દરજીત સિંહ બિટ્ટા દ્વારા ઉપાડવામાં આવી હતી. જે દરમિયાન ગુજરાત અને હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં દોષિત આરોપીઓને ત્રણ માસની અંદર ફાંસીની સજા આપી દેવી જોઈએ તેવી વાત તેમણે કહી હતી.
ઉધના રેલવે યાર્ડ ખાતે શહીદ સ્મૃતિવનનું ઉદ્ઘાટન બાદ મીડિયા સાથેની વાતચીતમાં મનિન્દરજીત સિંહ બિટ્ટાએ જણાવ્યું કે, ગુજરાત અને હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મ જેવી ઘટનાઓ ખૂબ નિંદનીય છે. આ ઘટનામાં દોષિત આરોપીઓ અને આતંકવાદીઓમાં કોઈ તફાવત નથી, આ બંને એક સમાન છે. આવા ગુનેગારોને ત્રણ માસની અંદર જ કોર્ટમાં કાર્યવાહી ચલાવવામાં આવે અને તાત્કાલિક આવા દોષિતોને ફાંસીની સજા આપી દેવી જોઈએ.
હૈદરાબાદ અને નિર્ભયાકાંડનો ઉલ્લેખ કરતા મનિન્દરજીત સિંહ બિટ્ટાએ જણાવ્યું કે, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી ચાલે છે, જે 20-20 વર્ષ જેટલો સમય વીતી જાય છે, જે ઝાઝો સમય ન લેતા તાત્કાલિક કોર્ટ કાર્યવાહી કરી ફાંસીની સજા સંભળાવવી જોઈએ.કેટલીક વખત દુષ્કર્મ જેવી ઘટનાઓ પર રાજકારણ કરવામાં આવે છે, જે ના થવું જોઈએ.ઘટના બાદ કેટલીક માનવાધિકાર જેવી સંસ્થાઓ કેન્ડલ માર્ચ કાઢતી હોય છે. બીજી તરફ ગુનેગારોને ફાંસીની સજા બચી જતા હોય છે.