સુરત શહેરના લિંબયાત વિસ્તારમાં માતાપિતા માટે લાલબત્તી કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને નજર હટી દુર્ઘટના ઘટી તેમ કહી શકાય છે. શહેરમાં 1 વર્ષની બાળકીનું પાણીના ટબમાં પડી જવાથી મોત નીપજ્યું છે. ત્યારે આ મામલે લીંબયાત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત
રમતા રમતા બાળકી પહોંચી બાથરૂમમાં શહેરના લીંબયાત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રિયાઝ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની 1 વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમતા રમતા બાથરૂમમાં પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી. તેના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો માતા મોબાઈલમાં વ્યસ્ત રાજકોટની હોટલના ચોથા માળેથી બાળકી પટકાતા મોત
કચરો નાખવા ગયા અને ઘરમાં અઘટીત ઘટના બની આ બાબતે મૃતક ફાતિમાના પિતા રિયાઝે જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. મારાં પત્ની નીચે કચરો નાખવા ગયાં હતાં. ત્યારબાદ ઘરે આવીને જોયું તો ફાતિમા દેખાઈ નહતી. ત્યારે બાથરૂમમાં આવીને જોયું તો ફાતિમા ટબમાં પડી ગઈ હતી. ત્યારબાદ પત્નીએ બુમાબુમ કરી હતી.
પાડોશી બાળકીને લઈ ગયાં હોસ્પિટલ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારાં પત્નીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પાડોશી બાળકીને નવી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર મંડલે બાળકીને મૃત જાહેર કરી હતી. હું તો બહાર હતો. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલે આ અંગે પોલીસને જાણ કરી હતી. તો હવે ડોક્ટરે બાળકીનું મોતનું સાચું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
માતાની બેદરકારી બાળકીને પડી ભારે આપને જણાવી દઈએ કે, આ ઘટના નજર હટી દુર્ઘટના ઘટી જેવી જ હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા પણ રાજકોટમાં માતાની બેદરકારીના કારણે ચાર વર્ષીય બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ હવે માતાપિતાએ બાળકોની સુરક્ષાને લઈને વધુ સતર્ક થવું પડશે તેવું આ ઘટના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.