- સુરતમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડવામાં આવ્યા
- જિલ્લા કલેકટર દ્વારા કરાઈ કાર્યવાહી
- ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવનાર લોકોમાં ફફડાટ ફેલાઈ
સુરતઃ સુરત જિલ્લા કલેકટર દ્વારા ઓલપાડ બાદ મજુરાના છેવાડે આવેલા ખજોદ ખાતે બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રાંતની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ઓલપાડ ચોર્યાસી ખાતે ઝીંગા તળાવ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
ખજોદ ખાતે ગેરકાયદેસર જીંગા તળાવો તોડી પાડવા કામગીરી શરૂ
સુરત મજુરા વિસ્તારમાં આવેલા ખજોદ ખાતે આવેલા તમામ ગેરકાયદેસર જીંગા તળાવો તોડી પાડવા આજે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝીંગા તળાવની કાર્યવાહીને લઇ ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવનાર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં ચોર્યાસી અને મજુરા ખાતે સરકારી જમીન પર મોટાપાયે ગેરકાયદે ઝીંગાના તળાવો ઉભા કરી દેવામાં આવ્યા છે. ઝીંગા તળાવ વિશે વાત કરવામાં આવે તો આભવામાં 3186 વીઘા, જીઆવમાં 255 વીઘા, ગભેણીમાં 2550 વીઘા, બુડિયામાં 212,5 વીઘા, ઉંબરમાં 595 વીઘા, દામકામાં 187 વીઘા, રાજગરી ગામમાં 607 વીઘા, શિવરામપુરમાં 420 વીઘા આ તમામ ઝીંગા તળાવ સરકારી મિલકતો પર ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવ્યા છે. જેથી સિટી પ્રાંત હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.