ETV Bharat / state

Honey trap in Surat : મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવ્યાં, સુરત પોલીસે પકડી પાંચ આરોપીની ટોળકી - હની ટ્રેપમાં શિકાર

સુરતના મહિધરપુરાનો રત્નકલાકાર હની ટ્રેપમાં શિકાર બન્યો હતો. ત્યારે પોલીસ ફરિયાદ કરતાં સુરત પોલીસે હનીટ્રેપમાં ફસાવતી આખી ટોળકીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ટોળકીએ કઇ રીતે રત્નકલાકાર પાસેથી રુપિયા પડાવ્યાં તે જૂઓ.

Honey trap in Surat : મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવ્યાં, સુરત પોલીસે પકડી પાંચ આરોપીની ટોળકી

author img

By

Published : Mar 10, 2023, 5:40 PM IST

સુરત પોલીસે હનીટ્રેપમાં ફસાવતી આખી ટોળકીની ધરપકડ કરી

સુરત : સુરત શહેરમાં વિસ્તારમાં મદદના નામે યુવકને હની ટ્રેપ કરનારી ટોળકી ઝડપાઈ હતી. આ ટોળકીએ મહિધરપુરાનો રત્નકલાકાર હની ટ્રેપમાં ફસાવ્યો હતો. 6 મહિના પહેલા આરોપીએ પેટ્રોલની મદદ કરી ફરિયાદીનો નંબર મેળવ્યો હતો અને 6 માર્ચના રોજ આરોપીએ રત્નકલાકારને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. જે બાદ આરોપીએ રત્નકલાકારને પોતાના ઘરમાં હની ટ્રેપમાં ફસાવ્યો હતો.

મદદગારીના નામે સંપર્ક કેળવવામાં આવે છે : સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે. તેમાં જોવા મળે છે કે ગુનાખોર લોકો અલગ અલગ રીતે પૈસા કમાવવા માટે નવી રીતે પ્રયત્ન કરતા હોય છે. જેમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, મદદ નામે લોકો એકબીજાનો નંબર મેળવી ત્યારેબાદ એકબીજાના સંપર્કમાં આવી જતા હોય છે અને પછી અશ્લિલ વાતો કરીને મદદ મેળવનારી વ્યક્તિને મદદ કરનારને પોતાના ઘરમાં બોલાવી જબરજસ્તી ધાક ધમકીઓથી હનીટ્રેપમાં ફસાવી દે છે. આવી જ એક ઘટના છ મહિના પહેલા ઉધના વિસ્તારમાં બની હતી.

આ પણ વાંચો Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો

હનીટ્રેપ ટોળકીનો કારસો : ઉઘનાની હનીટ્રેપ ટોળકી દ્વારા રત્નકલાકારને અશ્લીલ હરકતો કરવા માટે ઘરે બોલાવી લેવાયો હતો અને ત્યારબાદ તેને બંધક બનાવી તેની પાસેથી 68,999 રૂપિયા પડાવવામાં આવ્યાં હતાં. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને ઉધના પોલીસ દ્વારા આજરોજ કુલ મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે
આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે

નકલી પોલીસનો ભય બતાવ્યો : આરોપીઓએ ફરિયાદીને નકલી પોલીસની ઓળખાણ આપીને પાસેથી કુલ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હનીટ્રેપના આ મામલામાં એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે, શહેરના ઉધના વિસ્તારમાં આવેલી બીઆરસી લક્ષ્મી મંદિરની સામે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 803માં એક મહિલાએ ફરિયાદીને નાસ્તા પાણી અને મુલાકાત કરવા બાબતે બોલાવ્યો હતો. ત્યારબાદ આ મહિલા સાથે કેટલાક અન્ય લોકો પણ જોડાઈ ગયા હતા. ત્યારબાદ તે લોકોએ આ ફરિયાદી રત્નકલાકારનો મહિલા સાથે અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ ખોટા પોલીસનો ઓળખાણ આપીને પાસેથી કુલ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ

મહિલા સહિત કુલ 5 આરોપીની ધરપકડ : એસીપી ચિરાગ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જેતે સમય દરમિયાન તેમની પાસેથી 50,000 રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત ફરિયાદી પાસે જે એચડીએફસી બેંકનું કાર્ડ હતું તેમાંથી બીજા 18000 રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી રત્નકલાકારની ફરિયાદ લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા આજરોજ જીતેન્દ્ર શર્મા, રાજ પાટીલ, સુનિલ સૂર્યવંશી, રજા ચૌધરી અને સુમા શેખ એમ મહિલા સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.