ETV Bharat / state

Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે - સુરત ક્રાઈમ કેસ

સુરતના પાસોદરા ખાતે એક તરફી પ્રેમમાં થયેલી હત્યાની ઘટનામાં મૃતક (Surat Pasodra Murder Case) યુવતીના ઘરે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (HM Harsh Sanghvi visit to Surat) પહોંચ્યા હતા. ઐતિહાસિક સમયની અંદર આ કેસ પૂર્ણ થશેની પરિવારને બાંહેધરી આપી હતી. મૃતક યુવતીના પરિવારે મૃત્યુદંડની માંગ કરી છે.

Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે

author img

By

Published : Feb 14, 2022, 9:38 AM IST

સુરત : સુરતના પાસોદરા ગામે એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવતીની હત્યા (Surat Pasodra Murder Case) મામલે જાણવા મળ્યુ છે કે, યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. બન્ને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી મૃતક યુવતીના ઘરે પહોંચ્યા હતા. યુવતીના પરિવારને દીકરીને ટૂંક સમયમાં ન્યાય મળશેની ખાતરી આપી છે.

"જો કોઈ દીકરીઓને હેરાન કરતું હોય તો પોલીસને જણાવો"

ગૃહ પ્રધાન હર્ષ સંઘવી મૃતક દીકરીના ઘરે પહોંચ્યા

ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (HM Harsh Sanghvi visit to Surat) જણાવ્યું હતું કે, રાજ્યમાં દીકરીઓની સુરક્ષા ગુજરાત પોલીસની જવાબદારી છે. આ કેસ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીશું, ઘરેલુ હિંસા માંથી બહાર આવવા લોકોને અપીલ કરું છું. જો કોઈ દીકરીઓને આવી હેરાન કરતા હોય તો માહિતી પોલીસને આપો. પોલીસ ઓળખ ગુપ્ત રાખશે, ઘરમાં શુ ચાલી રહ્યું છે એ જઈને જોવું એના કરતાં પોલીસના સહભાગી બનશે તો ક્રાઈમ ઘટશે. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ ઝડપથી આવી જાય, મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. તમામ પુરાવા ભેગા કરી આરોપીને દાખલા રૂપ સજા થાય એ પ્રયાસ પોલીસ કરી રહી છે. તેમજ આ મૃતક યુવતીનો પરિવાર જે પણ વકીલ કહેશેએ વકીલ કેસમાં રોકવામાં આવશે વકીલનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.

મૃતક યુવતીના પરિવારજનોએ કરી મૃત્યુદંડની માંગ

મૃતક દિકરીના પરિવારે (Family of Surat Deceased Daughter) જણાવ્યું હતું કે, જે હત્યારાએ મારી દીકરીની હત્યા કરી છે એને સરકાર જીવનદાન ન આપે, એ હત્યારાને મૃત્યુ દંડ આપવામાં આવે. સરકાર તેવો દાખલો બેસાડે કોઈ આવી ભવિષ્યમાં હિંમત ન કરે આજે અમે અમારી દીકરી ગુમાવી છે. કોઈ પરિવાર આ રીતે દીકરીના ગુમાવે એ માટે કડક કાર્યવાહી જરૂરી છે.

આ પણ વાંચો: Murder in Ahmedabad: 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા

હાલ હત્યારો યુવક બેભાન અવસ્થામાં

યુવતીને ગળામાં ચપ્પુ ફેરવી પોતે પોલીસ થી બચવા ઝેર ખાઈ હાથની નસ કાપી નાખી હતી. પોલીસ પાસેથી મળતી (Surat Police Murder Case of a Girl) માહિતી મુજબ હત્યારા યુવકને સુરત શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તે બેભાન અવસ્થામાં છે. ભાનમાં આવે અને ડોકટર હોસ્પિટલમાથી રજા આપશે ત્યારે તેની વધુ પુછપરછ (Surat Crime Case) તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો: સાયકો પ્રેમી: બચવા માટે યુવતી આજીજી કરતી રહી અને યુવકે જાહેરમાં ગળું કાપ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.