સુરત : સમાજ વ્યસન મુક્ત થાય આ એક શ્રેષ્ઠ સમાજ માટે પ્રાથમિકતા છે અને લોકોને આ માટે હંમેશા અલગ અલગ માધ્યમથી જાગૃત કરવામાં પણ આવે છે, ત્યારે સુરતના સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા અનોખી રીતે હોળીનો કાર્યક્રમ યોજી લોકોને વ્યસનથી દૂર રહેવા માટે સંદેશ આપવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગુટકા તંબાકુ દહન કરી હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો.

હોલિકા દહનનો કાર્યક્રમ : હિન્દુ ધર્મ દરેક પર્વ એક સંદેશ લઈને આવે છે અને હોળીનો પર્વ પણ એમાંથી એક છે. મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને યુવાનો વ્યસનના સ્વીકાર બની રહ્યા છે અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, ત્યારે તેઓને આ અંગે જાગૃત કરવા માટે હોળીના પર્વને માધ્યમ સુરતની એક સંસ્થાએ બનાવ્યું છે. લોકો વ્યસન મુક્ત થાય અને પોતાની કાળજી લે જેથી પરિવાર પણ સુખી રહે આ માટે સુસંસ્કાર દીપ યુવા મંડળ તેમજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આજે એક ખાસ હોલિકા દહનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Vyasan Mukti program at Lunpur : ડીસાના લુણપુર ગામે આઠ ગામનો વ્યસન મુક્ત કાર્યક્રમ યોજાયો
વ્યસન મુક્તિ માટે સંદેશ : આ હોલિકા દહન કાર્યક્રમમાં સિગારેટ તમાકુ, ગુટકાનું હોળીમાં દહન કરી લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ વ્યસનથી દૂર રહે. વર્તમાન સમયમાં જોવા મળે છે કે લોકો કોઈના કોઈ વ્યસનથી ગ્રસ્ત થઈ ગયા છે. ગંભીર લોકોને આમંત્રણ આપતા હોય છે. આમ તો લોકોને વ્યસન મુક્ત કરવા માટે અને એક જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે હોળીના પર્વ પર લોકો વ્યસન મુક્ત થાય અને સંકલ્પ લે આ માટે સંસ્થા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પોસ્ટર અને બેનર પણ લગાડવામાં આવ્યા હતા. જેમાં વ્યસન મુક્તિ માટે સંદેશ લખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : શિક્ષિકા જ કરે વ્યસન તો વિદ્યાર્થીઓને કોણ કરાવશે વ્યસનમુક્ત
લોકો રોગ મુક્ત થાય આ પ્રયાસ : સંસ્થાના સભ્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે, સુસંસ્કાર દીપ યુવા મંડળ તેમજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે અમે દર વર્ષે લોકોમાં જાગૃતિ આવે છે. આ માટે ગુટકા તમાકુ બીડી સિગારેટ બધા જ વરસ દરમિયાન પીછો છોડાવીને જે પણ વસ્તુઓ ભેગી કરી હોય એનો અમે દર વર્ષે હોળીમાં દહન કરીએ છીએ. જેથી એક સારો સંદેશ આપણા સમાજમાં જાય અને દેશ સ્તર પર યુવાનો પ્રેરણા લઈ તમાકુ ગુટકાથી થતા અનેક રોગો અને બીમારીઓથી પીડાઈ છે. તે મુક્ત થાય આ પ્રયાસ અમારી દ્વારા કરવામાં આવે છે. જાગૃતિ બાદ અનેક લોકોએ વ્યસન છોડ્યા પણ છે. સમૂહ લગ્નમાં પણ અનેક લોકોએ વ્યસન છોડ્યા છે.