ETV Bharat / state

Surat News: ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે વાવ્યા ખાડી બની ગાંડીતૂર - heavy rain in surat and south gujarat

માંડવી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે મુંજલાવ અને બૌધાન ગામ પાસે પસાર થતી વાવ્યા ખાડીમાં નવા નીરની આવક થઈ હતી. ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

heavy-rain-in-surat-and-south-gujarat-vawya-khadi-became-ganditoor

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 6:57 AM IST

વલ્લભભાઈ, સ્થાનિક આગેવાન

સુરત: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને સુરત જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. માંડવી તાલુકાના મુંજલાવ અને બૌધાન ગામ વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઈ હતી. જેને પગલે ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

વાવ્યા ખાડી બની ગાંડીતૂર
વાવ્યા ખાડી બની ગાંડીતૂર

બ્રિજ પાણીમાં ગરકાવ: વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાવ્યા ખાડી પર હાઈ બેરલ બ્રિજ બને તેવી વર્ષોથી સ્થાનિક જનપ્રતિનિધિઓને તેમજ અધિકારીને રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ સ્થાનિકોની રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

'દર વર્ષે વરસાદ પડે અને આ ખાડી ઓવરફ્લો થઈ જાય છે. ખાડી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને લઇને રાહદારીઓને ચાલવામાં તેમજ વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે. એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી જાય છે. અનેકવાર રજૂઆત કરી કે આ ખાડી ઉપર હાઈ બેરલ બ્રિજ બનાવવામાં આવે પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે.' -વલ્લભભાઈ, સ્થાનિક આગેવાન

ધોધમાર વરસાદ: સુરત જિલ્લાના બારડોલી, ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં ગત મોડી રાત્રે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. લાંબા વિરામ બાદ વરસેલા સારા વરસાદને લઈને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. સુરત જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી.

અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જે આગાહી સાચી થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ભારેથી અતિભારે વરસાદની આશા સૌ કોઈને બંધાઈ છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ: સુરત જિલ્લામાં આ વર્ષે વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં વરસ્યો છે. ઓલપાડ તાલુકામાં 542 mm, માંગરોળ તાલુકામાં 710 mm, ઉમરપાડા તાલુકામાં 1523 mm, માંડવી તાલુકામાં 1229 mm, કામરેજ તાલુકામાં 945 mm, સુરત શહેરમાં 945 mm, ચોર્યાસી તાલુકામાં 849 mm, પલસાણા તાલુકામાં 1423 mm, બારડોલી તાલુકામાં 1515 mm અને મહુવા તાલુકામાં 1555 mm વરસાદ નોંધાયો છે.

  1. Bhavnagar Agriculture : ભાવનગરમાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ
  2. Navsari Rain: નવસારીમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની બેટિંગ, ખેડૂતોના જીવમાં જીવ આવ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.