ETV Bharat / state

Surat News: વલસાડની શાહ.એચ.એન.કોમર્સ કોલેજના આચાર્યને ભારે પડી શિક્ષિકાની છેડતી, જાણો શુ છે સમગ્ર મામલો - Commerce College Valsad of Vnsgu

દક્ષિણ ગુજરાતમાં આવેલી વલસાડની શાહ.એચ.એન. કોમર્સ કોલેજમાં આચાર્ય ડો.ગિરીશ રાણા સામે મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી. જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આચાર્યને કાર્યભાર છોડવાનું ફરમાન કર્યું છે.

Vnsgu ની વલસાડની શાહ.એચ.એન .કોમર્સ કોલેજમાં આચાર્યની સતામણીનો મામલે આચાર્યને  કાર્યભાર છોડવાનું ફરમાન.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 10:55 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડના શાહ.એચ.એન .કોમર્સ કોલેજમાં આચાર્ય ડો.ગિરીશ રાણા સામે ગત તારીખ 21 મેં 2023 ના રોજ મહિલા પ્રોફેસરે પોતાની સાથે અસભ્ય વર્તન, માનસિક ત્રાસ તથા સતામણીની ફરિયાદ કરી હતી. જેને લઈને કોલેજ કક્ષાએ નિમાયેલી પાંચ સભ્યોની ઇન્ટર્નલ કમ્પલેઇન કમિટીએ વિસ્તૃત અહેવાલ, વિવિધ વિદ્યાર્થીઓ, અધ્યાપકોના નિવેદન સાથે રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યા હતો. ત્યાર બાદ આચાર્યને કાર્યભાર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

'પહેલા કોલેજ મહિલા સંબંધિત કોઇ ફરિયાદ કે કેસ હોય તો પહેલા કોલેજ કક્ષાએ ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ, નિવેદનોને આધારે રિપોર્ટ તૈયાર થાય છે. કોલેજ કક્ષાએ કાર્યવાહી થયા બાદ તેનો કક્ષાએ કાર્યવાહી રિપોર્ટ યુનિવર્સિટીને મોકલવામાં આવે છે. એ રિપોર્ટ રજીસ્ટ્રારને સબમીટ કરવામાં આવે છે.' -ડો.મતિયા પાનવાલા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલના પ્રધ્યાપક

શું હતી ઘટના: કોલેજમાં 30 વર્ષથી ફરજ બજાવતા સિનિયર મહિલા પ્રોફેસરે કોલેજના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના વિરુદ્ધ ગંદી ટીપ્પણી કરતા હોવાનું, બિભત્સ ભાષામાં વાત કરતા હોવાનું, ખરાબ નજરથી જોઇ મોટેથી હસતા હોવાનું, અશ્લીલ-અભદ્ર વાતો કરતા હોવાનું ફરિયાદમાં જણાવામાં આવ્યું હતું. ત્યાર બાદ જયારે તેમને ખબર પડી કે મારી વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે. ત્યારબાદથી તેઓ દ્વારા વધુમાં વધુ સતામણી કરતા અંતે મહિલા પ્રોફેસરે યુનિવર્સિટી કુલપતિ ઓફિસ, રજીસ્ટ્રારને પણ ફરિયાદ હતી. જેને લઈને આ મુદ્દે કોલેજ કક્ષાએ બે પુરુષ અને ત્રણ મહિલા સભ્યો સાથેની પાંચ સભ્યોની કમિટી બનાવાઇ હતી. જોકે આ કમિટીએ ત્રણ માસના ગાળામાં રિપોર્ટ તૈયાર કરી છે.

  1. Surat Crime News : અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ
  2. Surat Fire Accident : ફોરેસ્ટ વિભાગની સરકારી વસાહતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, બે લોકો દાઝ્યા
  3. Surat Crime News : પીપોદરા ગામે લૂંટની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.