અમદાવાદ : સુરત સહિત રાજ્યભરમાં આજરોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતની પી પી સવાણી સ્કુલના વિદ્યાર્થી ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ સમગ્ર ગુજરાતમાં ગુજકેટ પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેણે બોર્ડ પરિણામમાં 500માંથી 469 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. સાથે આ શાળાના ખોખરીયા યુગ રમેશભાઈએ પણ 500 માંથી 475 માર્ક્સ મેળવી બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.
શાળાનું નામ રોશન : આ વિદ્યાર્થીએ અને ગુજકેટમાં પણ 120માંથી 117.50 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તે સાથે ભંડેરી હેમિલ હિતેશભાઈએ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. આ ઉપરાંત ટોટલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. તેણે પાસ થવા અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો Gujarat Education Board Result: ગત વર્ષ કરતા 6.44 ટકા ઓછું પરિણામ, 37,876 વિધાર્થીઓ નાપાસ
વિદ્યાર્થીઓ શું કહ્યું : આ બાબતે ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે આજે મારી બોર્ડની પરીક્ષાનું પરિણામ સાથે ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ આવ્યું છે. મેં ગુજકેટ પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવી પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છેઅને બોર્ડ પરિણામમાં 500 માંથી 469 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.આ પરિણામ પાછળ જે રીતે શાળાના શિક્ષકોનો સપોર્ટ રહ્યો છે તે રીતે મારાં પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અભ્યાસક્રમ પૂરો થઈ ગયા બાદ સતત મેં એક્ઝામના પેપર સોલ્વ કર્યા હતા અને જેટલું કહેવામાં આવતું તેટલું જ અભ્યાસ કરતો હતો. જેના કારણે આજે મારું આ રીતનું પરિણામ આવ્યું છે. મારે આગળ ઇલેક્ટ્રોનીક્સ બ્રાંચમાં IIT માંથી અભ્યાસ કરવો છે.
આ પણ વાંચો Gujarat Education Board Result: રાજકોટના સવાણી કુંજને ગણિતમાં 100માંથી 100 માર્કસ મળ્યા
સફળતાનો શ્રેય : વિદ્યાર્થીઓની સફળતા પાછળ શિક્ષકોનું સમયસરનું માર્ગદર્શન મહત્વની ભૂમિકા ભજવે છે. આ બાબતે યુગ રમેશભાઈ ખોખરીયાએ જણાવ્યું કે આજે મારું બોર્ડ પરિણામમાં 500 માંથી 475 મેળવ્યા છે. તે સાથે જ હું આખા ગુજરાતનો પ્રથમ ક્રમે આવ્યો છું. આ પરિણામની સાથે ગુજકેટમાં પણ 120 માંથી 117.50 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. મને ખુંબ જ ખુશી થઈ રહી છે. આટલું સારા પરિણામ મળવા પાછળ અમારા શિક્ષકોના સમયસરના માર્ગદર્શને મને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મારાં પિતા એમ્બ્રોડરી જોબવર્ક કરે છે જ્યારે મારી મમ્મી ગૃહિણી છે. મારે આગળ જઈને દિલ્હીની એઇમ્સમાંથી એમબીબીએસ કરવું છે.