ETV Bharat / state

જનધન યોજનામાં ખાતા ખોલી લૂંગીવાળા બંધુઓએ GST ચોરી કૌભાંડ - Fraud with workers

સુરતમાં જનધન ખાતા અને સરકારી સહાયની લાલચ આપીને જરૂરી દસ્તાવેજ મેળવી છેતરપિંડી કરનાર બે ભાઈઓની સુરત-પુણા પોલીસે ધરપકડ કરી છે. આ બંન્ને ભાઈઓના કારણે શ્રમિકોને એક લાખથી લઇ ત્રણ લાખ સુધીનું GST ભરવા અંગેની નોટિસ આવી હતી.

લૂંગીવાળા બંધુઓ
લૂંગીવાળા બંધુઓ
author img

By

Published : Mar 20, 2021, 1:31 PM IST

  • સુરતમાં જનધન ખાતા અને સરકારી સહાયની લાલચ આપી છેતરપિંડી
  • એક લાખથી લઇ ત્રણ લાખ સુધીનું GST ભરવા અંગેની નોટિસ
  • છેતરપિંડી કરનાર બંન્ની ઘરપકડ કરાઇ

સુરત : લિંબાયત ખાતે સુભાષનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર હજુસિંગ રાજપૂત અગાઉ ક્યાંક મજૂરી કામ કરતા હતા. મે,2018માં પર્વત પાટિયા પાસે ભરાતા કડિયાનાકા પાસે ઊભા હતા. તે સમયે બુલેટ પર આવેલા ચેતન લૂંગીવાળાએ સરકારી સહાય આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. વાતમાં આવી ગયેલા વજુ સિંગ પાસે જન-ધન ખાતુ ખોલવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇટબીલ તથા ફોટા મંગાવ્યા હતા.

આ પણ વાંચો : જૂનાગઢના એક વ્યક્તિ સાથે 1.32 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરનારો નાઈજિરિયન ઝડપાયો

સહાયના રૂપિયા રોકડા પાંચ હજારની રકમ આપી

લિંબાયત મારુતિનગર ખાતે છત્રી લઈને બેસેલા વ્યક્તિ પાસેથી BSNLનું સીમકાર્ડ અપાવી તે નંબર આ ડોક્યુમેન્ટના આધારે રીંગરોડ કમેલા દરવાજા ખાતેની કોહિનુર માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ફાઇનાન્સિયલ કો-ઓપરેટિવ બેન્કમાં લઈ જઈ બેન્ક મેનેજર પાસે ફોર્મ ભરાવી જરૂરી સહી કરાવીને બેન્ક ખાતુ ખોલાવ્યું હતું. લિંબાયતના મદનપુરા ખાતે ચાલતા રૂમ ખાતા ઉપર બોલાવી બેન્ક દ્વારા મેળવેલી ચેકબુક ઉપર સહી કરાવી ચેતન અને તેના ભાઈ રાજેશ સાથે મળી સહાયના રૂપિયા રોકડા પાંચ હજારની રકમ આપી હતી.

લૂંગીવાળા બંધુઓ

આ પણ વાંચો : વિઝા અપાવવાના નામે કરોડો ખંખેરી લેનાર ઠગબાજ ગોવાથી ઝડપાયો

GST નહિ ભરવામાં આવ્યો હોવાની નોટિસ મળી

જરૂરિયાતમંદ શ્રમજીવીઓને પણ જરૂર હોય તો મોકલજો તેને વધારવાનો પગાર પણ આપીશ કહી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી ભાઈ સગા તેમજ મિત્રો સહિત 15ને મોકલ્યા હતા. ત્યારબાદ જુલાઈ 2019માં ભોજુસિંગ અને તેના પરિચિતોને GST નહિ ભરવામાં આવ્યો હોવાની નોટિસ મળી હતી. ભોજુ સિંહને પણ દોઢ લાખ ભરવા આવ્યા હોવાથી તેમને લૂંગીવાળા બંધુઓનો સંપર્ક કર્યો હતો.

રિમાન્ડ મેળવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભોજુ સિંહની સાથે-સાથે પરિવારના સભ્યો અને મિત્રોને પણ GSTની નોટિસ મળી હતી. ભોજુ સિંહે પુણા પોલીસ મથકમાં બંન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.