ETV Bharat / state

સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સનું આયોજન

સુરતમાં નાના વરાછા વિસ્તારમાં કોવિડ આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને એક સકારાત્મક વાતાવરણ મળે અને તેઓ હાલ ચાલી રહેલા કોરોનાના તણાવમાંથી હળવાશ અનુભવે તે માટે દર્દીઓ સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરાવવામાં આવી રહ્યા છે.

સુરત
સુરત
author img

By

Published : Apr 16, 2021, 11:11 AM IST

Updated : Apr 17, 2021, 7:55 AM IST

  • દર્દીઓને આનંદીત કરવાનો પ્રયાસ
  • દર્દીને તણાવમુક્ત રાખવા ભાર મૂકાયો
  • દર્દીઓને મનોરંજન આપવાનો પ્રયાસ

સુરત: નાના વરાછા વિસ્તારમાં આવેલા કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દર્દીઓ કોરોનાના તણાવમાં ન રહે તે હેતુસર યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયં સેવકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દર્દીઓમાં કોરોનાનો ડર રહે નહીં અને તેઓ આઇસોલેશન સેન્ટરમાં તણાવ મુક્ત વાતાવરણ મેળવી શકે આ હેતુથી કોરોના સંક્રમિત દર્દીઓને મનોરંજન પૂરું પાડવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અહીં એરોબિક્સ અને હાસ્ય કલાકારોને બોલાવી તેમને મનોરંજન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમના કોરોના પોઝિટિવ 30 વૃદ્ધ દર્દીઓ ડિસ્ચાર્જ થતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા

દર્દીઓને આનંદીત અને ખુશ કરવાનો પ્રયાસ

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આઈસોલેશન વોર્ડ સેન્ટર તૈયાર કરવાની ફરજ પડી છે. જેમાં સામાજિક સંગઠનો અને NGO આગળ આવી રહી છે. નાના વરાછા વિસ્તારમાં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કુલ 35 બેડનો ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને ખુશ રાખવા, દર્દને ભુલવા તથા મોટિવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ

ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી કરાવી રહ્યા છે

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈએ જણાવ્યું હતું કે, કુલ 35 બેડનો ઓક્સિજન સુવિધા સાથેનું આખો કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અહીં દર્દીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે એ હેતુથી અમે ક્યારેય ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી કરાવી રહ્યા છે. જ્યારે એક દિવસ હાસ્ય કલાકાર, યોગા અને ખોડલ માતાની આરતી જેવા પ્રસંગો પણ કરી રહ્યા છીએ. દર્દીઓ સકારાત્મક વાતાવરણ અનુભવે આ માટે મોટીવેશનલ સ્પીકરને પણ બોલાવવાનું આયોજન છે.

આ પણ વાંચો: કોરોનાગ્રસ્ત 5 વર્ષીય બાળકીએ હોસ્પિટલમાં શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યુ, દર્દીઓમાં સકારાત્મક ઊર્જાનો સંચાર

Last Updated : Apr 17, 2021, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.