સુરતઃ શહેરના ઈચ્છાપુર GIDC વિસ્તારમાં (Surat Ichapur GIDC )આવેલ યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના લેબમાં (Euro India Fresh Food Ltd Blast )આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ આગમાં પાંચ લોકો દાઝી ગયા(Five people were burnt ) હતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા દોઢ કલાકના ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ દેવ કોમ્પલેક્ષમાં આગ લાગવાનો મામલો: એએમસીએ પોતાનો જવાબ ગુજરાત હાઇકોર્ટમાં કર્યો રજૂ
દોઢ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો - આ બાબતે ફાયર ઓફિસર (Adajan Fire Department )સંપત સુથાર જણાવ્યુંકે આજે વહેલી સવારે 4:30 વાગે કંટ્રોલ દ્વારા મેસેજ મળ્યો હતોકે, ઈચ્છાપુર જીઆઇડીસી ખાતે આવેલ યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના લેબમાં કોઈ કારણસર લાસ્ટ થયો છે અને ત્યાં આગ લાગી છે. જેને લઈને ઈચ્છાપુર, અડાજણ ફાયર વિભાગની કુલ છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. લેબમાં આગ ઉપર કાબુ મેળવવા માટે અમારા જવાનો એ ઓક્સિજનનો બાટલો લઇ દોઢ કલાકને ભારે જેહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં પાંચ વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તથા લેબમાં બ્લાસ્ટ થવાંથી ત્યાંની દીવાલોમાં પણ તિરાડ પડી ગયા હતા અને બ્લાસ્ટ સેને કારણે થયું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીઓના મોત, ઘણા દાઝ્યા
લેબમાં અચાનક બ્લાસ્ટ થયો - આ બાબતેને લઈને યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના માલિક મનહર સસપરાએ જણાવ્યું કે, મને સાવરે કોલ આવ્યો કે આપણા લેબમાં અચાનક બ્લાસ્ટ થયો છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. એમાં આપણા ત્યાંના પાંચ કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ 4 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને અડાજણના બાપ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને મિશન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ કેટલું નુકસાન છે તે કહી શકું તેમ નથી હવે તેનું નિરીક્ષણ કરીને જ ખબર પડશે કે, કેટલું નુકસાન થયું છે.