સુરત: ભરવરસાદે આગની ઘટના સામે આવી છે. શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાના હીરાભૂઝ રાધે બિલ્ડિંગના ત્રીજા માળે શનિવારે સવારે કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. જોકે ઘટના જાણ થતા જ ફેક્ટરીના મેન્ટેન્સવિભાગ દોડતું થઇ ગયું હતું. જોકે, ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન નથી. આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.
"આ ઘટના આજે સાવરે 8:37 લાગી હતી. જેનો કોલ ફાયર કન્ટ્રોલરૂમ દ્વારા આપવામાં આવ્યો હતોકે, ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ હીરાબુઝ રાધે બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. જેથી અહીં સૌ પ્રથમ વખત 3 ગાડીઓ ત્યાં પોહોંચી આગ ઉપર કાબુ મેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હાઈટ ઊંચ હોવાના કારણે અમારે પાલનપુર ફાયર વિભાગની ગાડીઓ બોલાવી પડી હતી. તેમાં એક ગાડી હાઇડ્રોલીક મશીન વાળી ગાડી અને બીજી એક વૉટર ગાડી બોલાવી હતી. એમ કરીને કુલ 5 ગાડીઓ ત્યાં પોહચી બે કલાકના ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અમારા કેટલા ફાયરના જવાનો પણ ઓક્સિજનનો બાટલો પહેરીને અંદર ગયા હતા. ત્યાંથી પણ પાણીનો મારો ચલાવતા હતા.-- અડાજણ ફાયર વિભાગના ઓફિસર ( સંપત સુથાર)
કોઈ પ્રકારની જાણહાની: આ આગમાં કોમ્પ્યુટર, સોફા, અન્ય સામનો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે સૌ પ્રથમ વખત તો આગ જયારે લાગી હતી. ત્યારે કંપનીના કર્મચારીઓ દ્વારા જ લગાવામાં આવેલ ફાયરના સાધન નો ઉપયોગ કર્યો હતો. જેથી તેઓ પણ થોડી આગ ઓલવી શક્યા હતા. પરંતુ અંદરની બાજુએ વિકરાળ આગ લાગી હતી. જેથી તેને કાબુ કરવામાં બે કલાકનો સમય જતો રહ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાણહાની થઈ ન હતી.