- પલસાણા તાલુકાના ચલથાણ ગામ નજીક સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં પિતા-પુત્રનું મોતના મોત
- અકસ્માતમાં 2 લોકોના મૃત્યું
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણગામ નજીક 2 બાઇક સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર પિતા-પુત્રનું મોત થયું હતું. જ્યારે સામેની બાઇક પર સવાર એક યુવકને ઇજા થઇ હતી.
પલસાણા તાલુકાના ગામ નજીક સર્જાયો અકસ્માત
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા ગામે રહેતા કિશન બાબુભાઇ રાઠોડ શનિવારના રોજ રાત્રે પોતાના પુત્ર રોબી સાથે બાઇક પર ચલથાણથી જઈ રહ્યા હતા. તે સમયે ચલથાણ ગામની સીમમાં રેલવે ઓવરબ્રિજ પાસે સામેથી પૂર ઝડપે આવતી અન્ય બાઈક કિશનની બાઇક સાથે ટકરાઇ હતી.
ગંભીર ઇજા થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત
આ અકસ્માતમાં કિશન અને તેના પુત્ર રોબીને ગંભીર ઇજા થતાં બન્નેના સ્થળ પર જ મોત નીપજ્યું હતા. જ્યારે સામેના બાઇક ચાલક કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા સત્યમ રાજકુમાર વર્માને ઇજા પહોંચી હતી. ઘટના અંગે મૃતકના સાળા ભીખા લલ્લુ રાઠોડે કડોદરા CIDC પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.