ETV Bharat / state

Vintage Bikes Collection : ગુજરાતના આ ખેડૂત પાસે છે વિન્ટેજ બાઇકનું અદ્દભૂત કલેક્શન, 'વર્લ્ડ વૉર'માં થયો છે આ બાઇકનો ઉપયોગ - collection of bikes used in World War

ગુજરાતના એક ખેડૂત પરિવાર પાસે 45 જેટલી વિન્ટેજ બાઈકનું કલેક્શન છે. ચોંકાવનારી બાબત એ છે કે દેસાઈ પરિવાર પાસે 123 વર્ષ જૂની બાઈકનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ત્રણ બાઈક એવી છે જે બ્રિટિશ કાળની છે. વર્લ્ડ વોરમાં બ્રિટિશો દ્વારા આ બાઈકનો ઉપયોગ કરવામાં આવતો હતો.

farmer-from-gujarat-has-a-collection-of-bikes-used-in-world-war-collection-of-45-vintage-bikes

author img

By

Published : Jun 6, 2023, 5:20 PM IST

વિન્ટેજ બાઇકનું અદ્દભૂત કલેક્શન

સુરત: સમગ્ર દુનિયામાં બુલેટ પ્રેમીઓની કમી નથી પરંતુ સુરતના દેસાઈ પરિવાર પાસે એક એવી બુલેટ છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બુલેટ પેન્ડલથી ચાલે છે અને ખૂબ જ જૂની છે. માત્ર આ બુલેટ જ નહીં પરંતુ આવી અનેક વિન્ટેજ બાઈક સુરતના દેસાઈ પરિવાર પાસે છે. સિદ્ધાર્થ દેસાઈના પિતા ક્રિપલાની દેસાઈએ બાઈકના ખૂબ જ શોખીન હતા અને તેમનો આ શોખ ધીમે ધીમે પેશનમાં બદલાય ગયો હતો. આ ઉપરાંત ત્રણ બાઈક એવી છે તેઓની પાસે જેનો ઉપયોગ વર્લ્ડ વોરમાં થયો હતો.

દેસાઈ પરિવાર પાસે 123 વર્ષ જૂની બાઈકનો સંગ્રહ

'પિતા બાઈકના ખૂબ જ શોખીન હતા. ખાસ કરીને તેઓ વિન્ટેજ બાઈક ખરીદતા હતા. તેઓએ જે બાઈકનું કલેક્શન કર્યું છે અને તેમની સંભાળ તેઓ પણ કરી રહ્યા છે. આ માટે ખાસ એક મેકેનિક રાખવામાં આવ્યો છે. આ તમામ બાઈકની સર્વિસ મહિનામાં ચારથી પાંચ વાર થાય છે. આ કલેક્શનમાં ખાસ વાત આ પણ છે કે બીજા વિશ્વ યુદ્ધમાં જે બાઈક વપરાઈ હતી એવી ત્રણ બાઈક પણ કલેક્શનમાં સામેલ છે. બીએસએ, ટ્રિમફ, મોર્ટન આ ત્રણ બાઇક વિશ્વયુદ્ધમાં વપરાય હતી. આ ત્રણે બાઈક હાલ અમારી પાસે છે અને અમે તેની કાળજી લઈ રહ્યા છે.' -સિદ્ધાર્થ દેસાઈ, ક્રિપલાની દેસાઈના પુત્ર

બ્રિટિશ અને જર્મનમાં બનાવેલી બાઈક: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે વર્લ્ડ વોરમાં બાઈક વપરાય છે તેને બ્રિટિશર્સ ભારત લઈને આવ્યા હતા અને અહીં પોલીસ તેને વાપરતી હતી. આમ તો રજીસ્ટ્રેશન ભારતનું છે પરંતુ આવ્યું તે બહારથી છે. હાલ જે બાઇક અમારી પાસે છે તેમાં બીએમડબલ્યુ, એરિયલ, લેમ્બ્રેટા, યસદી અને જાવા સહિત અનેક વિન્ટેજ બાઈક છે. મોટાભાગે બ્રિટિશ અને જર્મનમાં બનાવેલી આ બાઈક છે.

'વર્લ્ડ વૉર'માં થયો છે આ બાઇકનો ઉપયોગ
'વર્લ્ડ વૉર'માં થયો છે આ બાઇકનો ઉપયોગ

બુલેટના કલેક્શનનું પેશન: અનેક વાર મારા પિતાએ બમણી કિંમત આપીને આ બાઈક ખરીદી છે. મોટાભાગે સ્ક્રેપમાં અથવા કોઈના ઘરે બિન ઉપયોગી રાખવામાં આવી હતી તેઓની પાસેથી મારા પિતાએ આ બાઈક ખરીદી છે. ખાસ કરીને જે વર્લ્ડવોરની બાઈક છે તે તેઓએ નાસિકના એક પારસી મેકેનિક પાસેથી ખરીદી હતી. આવી જ રીતે તેઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના શહેરમાંથી આ બધી બાઈક ખરીદી છે.

  1. Junagadh News: પૌરાણિક સિક્કાઓનું સંગ્રહાલય શરૂ, નાણું એક આખા યુગની યાદ અપાવશે
  2. Surat News : સુરતમાં 9 પાસ વ્યક્તિએ 250 લાકડાના ટુકડાઓને એસેમ્બલ કરી બનાવી ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ, વેચાય છે આટલી કિંમતમાં...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.