ETV Bharat / state

પોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો - સલાબતપુરા પોલીસ

સુરતમાં એક યુવાનને પોલીસ બનવાનો શોખ (fake police in Surat) મોંઘો પડ્યો છે. દુકાનમાંથી PSIનો યુનિફોર્મ ખરીદીને પહેરીને રોફ જમાવતા પોલીસે ધરપકડ કરી છે. (Surat Crime News)

પોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો

author img

By

Published : Nov 30, 2022, 3:30 PM IST

સુરત : સુરતમાં પોલીસને લઈને અજીબો શોખ સામે આવ્યો છે. શહેરમાં એક યુવાનને (fake police in Surat) પોલીસ બનવાનો શોખ હતો, પરંતુ પોલીસ બનવાનો આ શોખ તેણે (fake police in Surat arrest) ભારે પડ્યો છે. દુકાનમાંથી PSIનો યુનિફોર્મ ખરીદી પહેરીને રોફ જમાવતા સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. (Surat Crime News)

દુકાનમાંથી પીએસઆઈનો યુનિફોર્મ ખરીદી પહેરીને રોફ જમાવનાર યુવાનની ધરપકડ

શું છે સમગ્ર વાત સોમોલાઈ હનુમાન મંદિર પાસે એક શખ્સ મોપેડ પર PSIનો યુનિફોર્મ પહેરીને બેઠો હતો. જેથી પોલીસને શંકા જતા તેની પાસે જઈ પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીને પોલીસ બનવાનો શોખ હોય દુકાનમાંથી યુનિફોર્મ લઈને લોકોમાં રોફ જમાવવા યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં તેણે પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ના હતો. જેથી તેની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે પોતાનું નામ અશ્વિન રાઠોડ અને પોતે ચોર્યાસી તાલુકાના પોપડાગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. (Surat Police)

પોલીસ બનવાનો શોખ ACP ચિરાગ પટેલે (Salabatpura Police) જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતી. જેના ભાગરૂપે સલાબતપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક શખ્સ પોલીસના યુનિફોર્મ પહેરીને બેઠો દેખાયો હતો. જેથી તેની પાસે પોલીસનો આઈકાર્ડ તેમજ કડક પૂછપરછ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા પોતાને પોલીસ બનવાનો શોખ હોય દુકાનમાંથી PSIનો યુનિફોર્મ લઇ લોકોમાં રોફ જમાવવા પહેરીને ફરતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (fake police in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.