- ત્રીજી લહેરમાં કોરોનાનો વેરિએન્ટ 7 દિવસમાં જાણી શકાશે
- VNSGU માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે નાનકડી મશીન મૂકાઇ
- મશીન થકી કોરોના વેરિએન્ટ અંગેની તમામ જાણકારી મળશે
સુરત : કોરોના વેરિએન્ટ હવે રાજ્યની લેબમાં જ જાણી શકાય આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાના વેરિએન્ટ જાણવા માટે પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવતા હતા. પરંતુ સુરતમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના લેબમાં કોરોના વેરિયન્ટ અંગેની તમામ જાણકારી મળી જશે.
આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી છે
ગાંધીનગરથી પરવાનગી મળી છે અને લેબમાં મશીન પણ ઉપલબ્ધ છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ ગુજરાત બહાર મોકલવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થઈ રહે આ માટે આ મશીન અગત્યની ભૂમિકા ભજવશે. માત્ર 7 દિવસની અંદર જાણી શકાશે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે. આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. આ કીટની કિંમત લાખોમાં હોય છે. પરવાનગી મળ્યા પછી ટૂંક સમયમાં સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં વેરિએન્ટની તપાસ આ મશીન દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકારનો નિર્ણય, RTPCR અને CT Scanનાં ભાવમાં ઘટાડો
યુકે અને સાઉથ આફ્રિકન સ્ટ્રેન જોવા મળ્યો હતો
જીનોમ સિક્વનસિંગ સેંક્શન અને એપ્રુવલ મળી જતા અને ટૂંક સમયમાં હવે કોરોનાવાયરસ અંગેની જાણકારી મળી રહેશે. સેકન્ડ વેવમાં જે રીતે યુકે અને સાઉથ આફ્રિકન સ્ટ્રેન જોવા મળ્યો હતો. તે રીતે વેરિયન્ટને જાણવા માટે સેમ્પલ NIV અને GPRCમાં મોકલાતા હતા. વેરિયન્ટની તપાસ જે પ્રમાણે સુરતમાં થાય આ માટેની વ્યવસ્થા અને તૈયારીઓ થઈ ગઈ છે.
ઇન્ફેક્ટિવિટી, રૂલેન્સ અને તેના ફંક્શન અંગેની જાણકારી પ્રાપ્ત થશે
જીનોમ સિક્વનસિગ એક વાઇરસનો એક સ્પાઈપ પ્રોટીન હોય છે. જેના અલગ અલગ મ્યુટેશન હોય છે. તે મ્યુટેશન થકી જાણી શકાય છે. મ્યુટેશનને જાણ્યા પછી ખરેખર એની ઇન્ફેક્ટિવિટી, રૂલેન્સ અને તેના ફંક્શન અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. વાયરસની ઘાતકતા અંગેની જાણકારી મેળવી શકાશે. આ માટેની એપ્રુવલ અંગે જે પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તહેવાર દરમિયાન ફરવા જતા યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે
સાત દિવસમાં જાણી શકાશે કે કોરોનાનો કયો વેરિયન્ટ
આ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રદીપ દુધાગરાએ ETV Bharatને જણાવ્યું હતું કે, આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ્સ મૂકી શકાય છે. સાત દિવસ તમામ પ્રક્રિયા થકી જાણી શકાય છે કે, કોરોનાનો કયો વેરિયન્ટ છે. તમામ પ્રક્રિયા ત્રણ ચરણમાં થતી હોય છે. આ અગાઉ સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવતા હતા. દેશભરના સેમ્પલ ત્યાં જતા હતા હવે દક્ષિણ ગુજરાતમાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી માત્ર સાત દિવસમાં જાણી શકાશે કે કોરોનાનો કયો વેરિયન્ટ છે.
આ પણ વાંચો -