ETV Bharat / state

ટેન્ડર કૌભાંડ મામલે ચલથાણના તલાટી કમ મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરાઇ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં આચરવામાં આવેલી ગોબચારી બાબતે તપાસ શરૂ થતાં જ ખળભળાટ વ્યાપી ગયો છે. ટેન્ડરની મિટિંગ પહેલા જ તલાટીએ ટેન્ડરના કવરો ખોલી નાખી એક જ કોન્ટ્રાકટરને મોટો કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

સુરત
સુરત
author img

By

Published : Mar 11, 2021, 10:33 PM IST

  • વિકાસ લક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી
  • ચલથાણ ગ્રામ પંચાયતના તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
  • કરોડો રૂપિયાના કામોનો કોન્ટ્રાકટ અજય મહેતાના ફાળે

સુરત : પલસાણા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પૈકીની એક ચલથાણ ગ્રામ પંચાયતના તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે 2021ના વિકાસ લક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી આચરવા બાબતે થયેલી ફરિયાદ બાદ આ તપાસ શરૂ કારમાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરીના હિસાબનીસ અધિકારી આ ગોબાચારીની તપાસ કરશે. તલાટીએ વિવાદિત કોન્ટ્રાકટ અજય મહેતા સાથે મળી ટેન્ડર ખોલી નાખ્યા હતા અને કરોડો રૂપિયાના કામોનો કોન્ટ્રાકટ અજય મહેતાના ફાળે ગયો હતો. જે અંગે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ફરિયાદ બાદ તપાસ સોંપવામાં આવી હતી.

ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માગ

પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન બાદ ચલથાણ પંચાયત દ્વારા ગામમાં 2020-21ના સત્તરથી વધુ વિકાસ લક્ષી કાર્યો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ટેન્ડર પ્રક્રિયા પહેલાં જ સિલબંધ ભાવોના કવર તલાટી કમમંત્રી કૈશિક પટેલે પોતામાં ઘરે તેમજ અન્ય પંચાયત ઓફિસોમાં જઇ ખોલી નાખી ગોબાચારી આચરી હતી. દરમિયાન ટેન્ડર મિટિંગ પ્રક્રિયા વખતે પંચાયત સભ્ય ભોળાભાઈ બુધેલીયાને આ બાબતનું ધ્યાન જતાં તેમણે ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને સમગ્ર મુદ્દે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત કચેરીએ રજૂઆત કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માગ કરી હતી.

TDO રાઠવાનું કોરોનાના કારણે મૃત્યુ

પલસાણા TDOનું અવસાન થતાં તપાસ ધીમી પડી હતી. રજૂઆત બાદ ઉપરી અધિકારી દ્વારા આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ટેન્ડર ખોલી નાખવા બાબતે તલાટી કમ મંત્રી વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પલસાણા TDO રાઠવાનું કોરોનાના કારણે મૃત્યુ થતા સમગ્ર તપાસ ધીમી પડી હતી.

જિલ્લાના હિસાબનિશ અધિકારી કરી રહ્યા છે તપાસ

દરમિયાન સોમવારના રોજથી ફરી આ મામલે તપાસ હિસાબનિશ અધિકારી મીનેશ પટેલને આપવામાં આવી છે. હજુ તો ટેન્ડર કૌભાંડ અંગે તપાસ ચાલુ છે ત્યાં તો તલાટી કમ મંત્રી આ કૌભાંડમાંથી પોતાની ચામડી બચાવવા ધમપછાડા કરી રહ્યા છે. રાજકીય નેતાઓના જોરે તેઓ ચલથાણથી અન્ય ગ્રામ પંચાયતમાં બદલી માંગવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે. ઝીણવટભરી તપાસ થાય તો મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી શકે એમ છે. જોકે સમગ્ર મામલે ઝીણવટ પૂર્વક તપાસ કરવમાં મોટા રાજકીય માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે જેથી આ ખાતાકીય તપાસથી ચલથાણના રાજકીય નેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.