ETV Bharat / state

વલસાડમાં 18થી વધુ વયના લોકોને રસી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત - વલસાડમાં કોરોના

કોરોનાની મહામારીના કપરા સમયમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે, બીજી તરફ 18 વર્ષથી ઉપરના યુવાનો માટે પ્રથમ તબક્કામાં 10 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં, પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લો બાકાત રહી ગયો છે. જેને જોતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મૌખિક રજૂઆત કરી દ્વિતીય તબક્કામાં પ્રાથમિકતાના ધોરણે વલસાડ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

વલસાડમાં 18થી વધુ વયના લોકોને રસી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત

author img

By

Published : May 29, 2021, 4:42 PM IST

  • વલસાડમાં મુખ્યપ્રધાન રૂપાણીને યુવાનોને વેક્સિનના ડોઝ મળે તે માટે રજૂઆત
  • જિલ્લા ભાજપ પ્રમુખે 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવા સરકાર પાસે કરી માંગ
  • જિલ્લામાં ધરમપુર અને કપરાડામાં વેક્સિનનું પ્રમાણ ખૂબ ઓછું

વલસાડ: રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આથી, આ મહામારીથી બચવા માટે વેક્સિનેશન એકમાત્ર વૈકલ્પિક માર્ગ છે. વેક્સિનના બે ડોઝ લેવાથી કોરોનાનો ખતરો મહદંશે ટળી જાય છે. જોકે, વેક્સિન અંગે અનેક જગ્યાઓ પર કેટલીક ગેરમાન્યતા ફેલાયેલી છે. તેમ છતાં હવે પોતાનો જીવ બચાવવા માટે લોકો ધીરે-ધીરે વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લાના 18 વર્ષથી ઉપરના યુવાનોને વેક્સિનનો લાભ મળે એ હેતુથી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ મુખ્યપ્રધાન રૂપાણીને મેઈલના માધ્યમથી તેમજ મૌખિક રીતે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, દ્વિતીય તબક્કામાં 18 વર્ષથી ઉપરના યુવાનોને વેક્સિન મળે તે માટે વલસાડ જિલ્લાનો પ્રાથમિકતાના ધોરણે સમાવેશ કરવામાં આવવો જોઈએ.

વલસાડમાં 18થી વધુ વયના લોકોને રસી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત

આ પણ વાંચો: Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 2521 નવા કેસ, ત્રણ ગણા દર્દીઓએ કોરોનાને માત આપી

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વેક્સિનેશનનું 8થી 10 ટકા પ્રમાણ

અંતરિયાળ ગામોમાં આજે પણ લોકો કોરોનાથી બચવા માટે અનેક દેશી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે, વેક્સિન એક કારગર ઉપાય છે. પરંતુ, તેમ છતાં પણ આંતરિક ગામોમાં વેક્સિનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. ત્યારે, આજે પણ કપરાડા તાલુકામાં 8થી 10 ટકા જ્યારે ધરમપુર તાલુકામાં 10થી 15 ટકા જેટલું વેક્સિનેશન કરવામાં આવી છે. એટલે કે, લોકોએ નહિવત પ્રમાણમાં વેક્સિન લીધી છે. ભાજપ પ્રમુખના જણાવ્યા અનુસાર, 18 વર્ષથી ઉપરના યુવાનો અને ખાસ અંતરિયાળ ગામના યુવાનોને લાભ આપવામાં આવે તો શિક્ષિત યુવાનો જેઓ હંમેશા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે તેઓ ફાયદા અને ગેરફાયદા અન્ય લોકોને પણ સમજાવી શકે અને અંતરિયાળ વિસ્તારમાં અત્યાર સુધી વેક્સિનનું નીચુ પ્રમાણ ઉપર આવી શકે તેમ છે.

દરિયા કાંઠા વિસ્તારમાં સીમેન યુવાનો માટે વેક્સિનેશન ફરજિયાત

વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયાકિનારા ઉપર 84થી વધુ ગામો આવેલા છે. આ ગામોના મોટાભાગના યુવાનો સીમેન તરીકે અનેક જગ્યા ઉપર ફરજ બજાવવા જાય છે. ત્યારે, આ યુવાનોને પણ વેક્સિનનો લાભ મળે તે જરૂરી છે.

આ પણ વાંચો: અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર

યુનિયન ટેરિટરીમાં યુવાનોને આપવામાં આવી રહી છે વેક્સિન

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 18 વર્ષથી ઉપરના તમામ યુવાનોને વેક્સિન આપવામાં આવી રહી છે. આથી, આ યુવાનોને વેક્સિનનો લાભ મળી રહ્યો છે. ત્યારે, તેમને જોતા વલસાડ જિલ્લાના યુવાનોને પણ વેક્સિનનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન મળે તે માટેની દ્વિતીય યાદીમાં વલસાડ જિલ્લાનું પણ પ્રાથમિકતાના ધોરણે સમાવેશ કરવામાં આવે તેવી માંગ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.