સુરત: ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, જુદા જુદા વિસ્તારોમાં ફરી રાહદારીને નિશાન બનાવી પીક પોકેટીંગ કરનાર ગેંગ અંજના ફાર્મ પાસે ફરી રહ્યાં છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી શહીદ ઉર્ફે ચુહાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે રોકડ રકમ કબ્જે કરી હતી.
જેમાં પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, અત્યાર સુધી તેને ખટોદરા, સલાબતપુરા ,અઠવા તથા વરાછાના 12 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. આ ઉપરાંત લિબાયત વિસ્તારમાં સિગારેટ નહી આપવા પર મારામારી કરી હતી. તેમજ રીંગરોડ વિસ્તારમાં 1 વેપારી પાસેથી રૂ.1લાખની પીંક પોકેટીંગ કરી હોવાની કબુલાત કરી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે શહીદના રેન્ડ લઈ વધુ પૂછપરછ કરી હતી.