ETV Bharat / state

Surat Police: આપઘાતનો પ્રયાસ કરનારને સુરત પોલીસે જીવ બચાવ્યો, CPR તાલીમ ઉપયોગી નીવડી - Surat police saved the life of a suicide attempter

સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા અને યુવકને સી.પી.આર.આપીને 108ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. મહત્વનું છે કે સુરતમાં થોડા દિવસો પહેલા જ પોલીસકર્મીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી અને આજ કારણ છે કે યુવકનો જીવ બચવામાં પોલીસને આ તાલીમ ઉપયોગી નીવડી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 18, 2023, 11:09 AM IST

સુરત: નાની ઉમરમાં લોકોને હાર્ટ એટેક આવવાથી મોત થતા હોવાની ઘટનાઓ સુરત અને રાજ્યમાં સામે આવી હતી અને ત્યારબાદ થોડા દિવસો અગાઉ જ રાજ્યમાં તમામ પોલીસકર્મીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. સુરત શહેરમાં પણ કામગીરી કરતા તમામ પોલીસકર્મીઓને આ તાલીમ આપવામાં આવી હતી અને પોલીસને આપવામાં આવેલી આ તાલીમ ખુબ જ ઉપયોગી નીવડી રહી છે. સુરતમાં પોલીસ કર્મીઓ સતત ફરજ બજાવતા હોય છે ત્યારે વિકટ સ્થિતિમાં લોકોના જીવ બચાવી શકાય તે માટે તમામ પોલીસકર્મીઓને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવી હતી.

યુવકનો જીવ બચ્યો: હાલમાં સુરતમાં પોલીસ કર્મીઓને આપવામાં આવેલી તાલીમ ખુબ જ ઉપયોગી નીવડી છે અને તેના કારણે એક યુવકનો જીવ બચ્યો છે. વરાછા પોલીસ ચોકી પાસે રહેતા એક યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા વરાછા, ઉત્રાણ અને ભરથાણા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કાંતિભાઈ સામતભાઈ, જેન્તીભાઇ કાથુડીયાભાઈ, હરપાલસિંહ કનુભાઈ, રવિરાજ સિંહ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસકર્મીઓએ યુવકને તાત્કાલિક નીચે ઉતારી સી.પી.આર.આપ્યું હતું અને બાદમાં 108ને ફોન કરીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આપઘાત કર્યા કારણોસર કર્યો તે હાલ સામે આવ્યું નથી: યુવકને સીપીઆર આપતા હોવાના પોલીસકર્મીઓનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવકને છાતીના ભાગે પોલીસના કર્મીઓ પુશ કરીને સીપીઆર આપી રહ્યા છે. અને બાદમાં 108ની મદદથી યુવકને હોસ્પિટલ ખસેડે છે. જો કે યુવકે આપઘાત કર્યા કારણોસર કર્યો તે હાલ સામે આવ્યું નથી. પરંતુ પોલિસને આપવામાં આવેલી સીપીઆર તાલીમના કારણે હાલ એક યુવકનો જીવ બચી ગયો છે.

  1. Himmatnagar Dhansura highway: વિચિત્ર અકસ્માત, લાખો રૂપિયાનો ગ્રેનાઈટ સ્ટોન બિનવારસી મળી આવ્યો
  2. World Father's Day: ચાની લારી ચલાવનાર પિતાએ પોતાની ત્રણ દીકરીઓને કુસ્તીમાં નેશનલ પ્લેયર બનાવી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.