સુરતઃ રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની(Surat Municipal Corporation ) બેદરકારી સામે આવી છે. શહેરમાં વધતા જતા કોરોના કેસમાં પણ હજી સુધી સુરત બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોનું રેપિડ ટેસ્ટ (Corona Test Surat )કરવામાં આવતું નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી
સુરત શહેરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને પાલિકાએ(Surat Municipal Corporation ) રેપિડ ટેસ્ટ થી લઈને કોવિડ-19 હોસ્પિટલ પણ તૈયાર રાખી છે. તે ઉપરાંત ધનવંત્રીરથમાં પણ વધારો કર્યો છે. સાથે હોમ આઇસોલેટ થયેલા તમામ દર્દીઓ માટે સંજીવનીરથ દોડવામાં આવી રહ્યા છે. જે સંસ્થાઓએ પ્રથમ અને બીજા વેવમાં જેઓ કોવિડ આઇસોલેશન સેંટર ઉભા કર્યા તે તમામ હોદેદારો જોડે બેઠક પણ કરી લીધી છે. તેમ છતાં હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત બસ સ્ટેન્ડ ઉપર રેપિડ ટેસ્ટિંગ ટેન્ટ પણ ઉભા કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચોઃ Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ
બસ સ્ટેન્ડ ઉપર લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા
શહેરમાં કોરોના કેસમાં ભરખમ વધારો થઇ રહ્યો છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સુરત બસ સ્ટેન્ડ ઉપર હજી કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી અને મુસાફરો પણ બે ફિકર હોય એમ જોવા મળી રહ્યા છે. કેટલા લોકો પોતે માસ્ક પેહરે છે પરંતુ પોતાના બાળકોને માસ્ક પહેરાવતા નથી. એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. STના કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ સુરત મહાનગરપાલિકાના એમ કહ્યું કે સુરત રેલ્વેય સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર કાગળ ઉપર હોય એમ લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી