ETV Bharat / state

કોંગ્રેસનો અનોખો વિરોધ, ભાજપ અને આપના નેતાઓના ફોટા ખાડીમાં લટકાવાયા - પુણા વિસ્તારમાં ખાડી

સુરતના પુણા વિસ્તારમાં ખાડીનો પ્રશ્નો વર્ષો(Bay in Pune area)જૂનો છે. પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી.આ  પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા (Congress Protest )શાસક પક્ષ અને વિપક્ષના નેતા ઓના ફોટા ખાડીમાં લગાવી અનોખો વિરોધ કર્યો હતો. તેમજ બેનરમાં શાસક અને વિપક્ષ ભાઈ ભાઈની ભૂમિકામાં હોય તેવું લખાણ લખ્યું હતું.

કરોડો રૂપિયાના બજેટ છતાં પુણા વિસ્તારમાં ખાડીની સમસ્યા યથાવત, કોંગ્રેસે ભાજપ અને વિપક્ષના ખાડી કિનારે તોરણ બાંધ્યાં

author img

By

Published : May 11, 2022, 6:34 PM IST

સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં ખાડીના પ્રશ્ને સતત વિરોધ નોંધાવવામાં આવી(bjp and aap leaders) રહ્યો છે. વર્ષો જુના ખાડીના પ્રશ્નોનો મુદો આજદિન સુધી ઉકેલાયો નથી. નેતાઓ માત્ર ખાડીને લઈને રાજકારણ (Congress Protest )કરવા સિવાય કઈ જ કરતા નથી. ભૂતકાળમાં આપ પાર્ટી દ્વારા થોડા દિવસો સુધી ખાડીમાં ઉતરી સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ બધું જેમનું તેમજ છે.

કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યા - હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ખાડી પૂર આવવાની શક્યતા રહેલી હોય આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખાડી કિનારે શાસક પક્ષ (Opposition of Congress in Surat)એટલે કે મેયર હેમાલીબહેન બોઘવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, સી.આર પાટીલ, ડે મેયર દિનેશ જોધાણી, સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ વિપક્ષ પ્રતિનિધિ ધર્મેશ ભંડેરી સહિતના લોકોના ફોટા લગાડવામાં આવ્યા હતા. તેમજ એક બેનર પણ અહીં લગાવવામાં આવ્યું હતું.

અમારી શાસક વિપક્ષ ભાઈ ભાઈ જેવું લખાણ - બેનરમાં આ સ્વચ્છ સુરતની ખુબસુરત ખાડીની સફાઇ નહી થાય મરજી અમારી, સરકાર અમારી, સંસદ સભ્યો અમારા, ધારાસભ્યો અમારા, કોર્પોરેટરો અમારા, ખાડી પેક નહી થાય મરજી અમારી શાસક વિપક્ષ ભાઈ ભાઈ જેવું લખાણ પણ લખાયું હતું.

આ પણ વાંચોઃ Congress Protest : અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, મેયર પોતાના રૂમમાં પુરાયાં

મુખ્યપ્રધાનના ફોટા પણ લગાવીશું - પૂર્વ નગરસેવક દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે શાસક પક્ષ અને વિપક્ષની આંખ ખોલવા માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે. વર્ષોથી ખાડીની આ સમસ્યા છે. અમે પોતે વર્ષોથી આ પ્રતિનિધિ કરતા હતા ત્યારે અંગત રસ લઈને લોકોને આ સમસ્યાથી મુક્તિ મળે તે માટે 560 કરોડનું બજેટ પણ મંજુર કરવામાં આવ્યું હતું. આજે 5 વર્ષ વિતવા છતાં કોઈ કામગીરી થઇ નથી. જેથી શાસક અને વિપક્ષના ફોટા અહી લગાડવામાં આવ્યા છે. ખાડીને લઈને માત્ર રાજકારણ જ કરવામાં આવી રહ્યું છે સમસ્યાનો કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી.

સફાઈ કરો અથવા સફાઈ કરાવો - આ ઉપરાંત ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જો આ અંગે ધ્યાન નહી દેવામાં આવશે તો અહી ખાડી પુર પણ આવી શકે છે. આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતની વાત કરે છે તો પીએમ મોદી અને મુખ્યપ્રધાનના ફોટા પણ લગાડીશું. થોડા દિવસો પહેલા વિપક્ષ એટલે કે આપ પાર્ટીના લોકો ખાડામાં ઉતરી માત્ર ફોટો સેશન કર્યું હતું. ત્યારે અહીં જે વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ આવો અહીં સફાઈ કરો અથવા સફાઈ કરાવો.

આ પણ વાંચોઃ Morbi Government Medical College: કોંગ્રેસના 5 દિવસના ધરણા બાદ પાટા પર આવ્યું ભાજપ? મોરબી મેડિકલ કોલેજને લઇને કરી મહત્વની જાહેરાત

પરિસ્થિતિ જેમની તેમ - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં આવેલી ખાડીને લઈને વિરોધ કર્યો છે. ગંદકી ખાડીને લઈને અહી રહેવું મુશ્કેલ બન્યું છે. લોકોના પ્રશ્નોને લઈને આ વિરોધ કર્યો છે. અહીં શાસક અને વિપક્ષના તમામ સત્તાધીશોના ફોટો લગાવી વિરોધ કર્યો છે. સરકાર, ધારાસભ્ય, કોર્પોરેટર બધા તમારા છે તેમ છતાં કોઈ કામગીરી કરાઈ નથી. ગત બજેટમાં પણ આ કામગીરીનો સમાવેશ કરાયો હતો ત્યારે ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ જેમની તેમ છે. શાસક પક્ષ અને વિપક્ષ સતામાં મદ છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને અહીં કોઈ પ્રિ મોન્સુન કામગીરી પણ કરાઈ નથી તેથી અહીં ખાડી પુર પણ આવી શકે છે. લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને આ વિરોધ કરાઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.