ETV Bharat / state

નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ જેલમાં મોબાઈલ રાખવાની શંકાના આધારે ફરિયાદ નોંધાઇ - latest news in Surat

સુરતની સાધિકા સાથે દુષ્કર્મ મામલે કારાવાસ ભોગવી રહેલા આરોપી નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ જેલમાં જેલર દ્વારા મોબાઈલ રાખવાની શંકા ના આધારે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સચિન ખાતે આવેલા લાજપોર મધ્યસ્થ જેલની બેરેક નંબર 5 અને 66 ની વચ્ચે કોમન શૌચાલયમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

surat
નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ જેલમાં મોબાઈલ રાખવાની શંકાના આધારે ફરિયાદ નોંધાઇ
author img

By

Published : Oct 24, 2020, 11:25 AM IST

  • લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મળ્યો મોબાઇલ
  • નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ
  • બેરેક નંબર 5 અને 66 ની વચ્ચે શંકાસ્પદ હિલચાલ

સુરત: રાજ્યની સૌથી અત્યાધુનિક લાજપોર મધ્યસ્થ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ચેકીંગ દરમિયાન બેરેક નંબર 5 અને 66 ની વચ્ચે શંકાસ્પદ હિલચાલ જણાતા બેરેક અને કોમન શૌચાલય-સ્નાનગૃહમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરાતા કોમન શૌચાલય નંબર 22માંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

શૌચાલયના દરવાજા પાસેથી મળ્યો મોબાઈલ

દુષ્કર્મી નારાયણ સાંઈની બેરક પાસે શૌચાલયના દરવાજા પાસેથી સીમ અને બેટરી સાથે મોબાઈલ મળી આવ્યો હતો. હાલ સાધિકા સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ મોબાઈલ નારાયણ સહિત 5 પાકા કામના આરોપી ઉપયોગ કરતા હોવાનું સામે આવતા સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારાયણ સહિત પાંચ પાકા કામના કેદીઓ સામે ફરિયાદ

પોલીસે નારાયણ સાથે મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયદ, નવીન દલપત ગોહિલ નામના પાકા કામના કેદીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.