ETV Bharat / state

લૉકડાઉનનો ભંગ કરવા બદલ સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ - Surat Deputy Mayor Nirav Shah

કોરોનાના હાહાકાર વચ્ચે સુરતના ડેપ્યુટી મેયર દ્વારા લૉકડાઉનનો ભંગ કરવામાં આવ્યો છે. અડાજણમાં આયોજિત જૈન મુનિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જે બદલ તેમના વિરુદ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Surat News, Surat Deputy Mayor , Nirav Shah
Surat Deputy Mayor
author img

By

Published : Apr 11, 2020, 10:53 AM IST

સુરત: કોરોનાના હાહાકાર વચ્ચે સુરતના ડેપ્યુટી મેયર દ્વારા લૉકડાઉનનો ભંગ કરવામાં આવ્યો છે. અડાજણમાં આયોજિત જૈન મુનિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લોકોએ જૈન મુનિનાં આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટનસિંગ ન હોવાના કારણે લૉકડાઉનનો ભંગ કરવા બદલ સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. નીરવ શાહ સહિત કુલ 17 લોકો વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કોરોનાના કહેર વચ્ચે શહેરના ડેપ્યુટી મેયર નીરવ શાહ લૉકડાઉન હોવા છતાં જૈન આચાર્યના દર્શન માટે ગયા અને અન્ય લોકોની હાજરીમાં દર્શન કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારબાદ સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિવાદમાં ફસાયા છે.

શહેરની અડાજણ પોલીસ મથકમાં નીરવ શાહ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં કુલ 17 લોકો વિરૂદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ સહિતના 50 લોકો સમુહમાં જૈન આચાર્યના દર્શન કરવા ભેગા થતાં વિવાદ સર્જાયો છે.

આ અંગે નીરવ શાહે જણાવ્યું હતું કે, મુંગા પશુઓના ઘાસચારા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભુખ્યા રહેતા પશુ- પક્ષીઓને ખોરાક પુરો પાડવા સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂં કરવામા આવ્યો છે. જેથી જૈન આચાર્યના દર્શન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.