ETV Bharat / state

Chandrayaan-3: ચંદ્રયાન-3 મિશનમાં સુરતની કંપનીનું યોગદાન, પ્રોજેક્ટ માટે સ્કિવબ્સ તૈયાર - Indian Space Research Organisation

ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરત માટે એક ગૌરવની વાત સામે આવી છે. દેશભરના લોકો એ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા છે. સુરતની હિમસન સિરામિક કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશન બનાવે છે તે ચંદ્રયાન-3 માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

Chandrayaan-3 :  ચંદ્રયાન -3 મિશનમાં સુરતની આ કંપનીની મહત્વપૂર્ણ ભૂમિકા

author img

By

Published : Jul 6, 2023, 1:10 PM IST

Updated : Jul 6, 2023, 9:34 PM IST

ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા

સુરત : ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ચંદ્રયાન-3 અંગે ખૂબ જ ઉત્સાહિત છે. આ જાણીને ગર્વ થશે કે, ચંદ્રયાન-3 ના એક મહત્વના કોમ્પોનેન્ટને સુરતની એક કંપનીએ બનાવ્યો છે. સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવેલ સ્કિવબ્સનો ઉપયોગ ચંદ્રયાન-3માં ઈસરો દ્વારા કરવામાં આવે છે. ચંદ્રયાન-2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો.

ચંદ્રયાન-2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો

શા માટે જરૂરી છે સ્કિવબ્સ ? રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને અવકાશમાં મોકલવામાં આવે છે. જ્યારે ચંદ્રયાનને ચંદ્ર તરફ લોન્ચ કરવામાં આવે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે. જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે. આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે આ માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશનું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે. જેનાથી આ બ્લાસ્ટ અને જ્વાળાઓની અસર યાન પર થતી નથી. આ સ્ક્વિબ્સ ઇગ્નીશ યાન માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સ્ક્વિબ્સ ઇગ્નીશની હિમસન સિરામિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના કોમ્પોનેન્ટને ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરાયો છે. ઈસરોના વૈજ્ઞાનિકો સુરતની આ કંપની પર પોતાનાં તમામ મોટા પ્રોજેક્ટ માટે ભરોસો મૂકે છે. ઉપરાંત ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ પણ હિમસન સીરેમીક કંપનીએ જ બનાવ્યા છે.

સ્કિવબ્સનો ઉપયોગ ચંદ્રયાન-3માં
સ્કિવબ્સનો ઉપયોગ ચંદ્રયાન-3માં

અમારી કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાનને આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને આપે છે. અમે અલગ-અલગ પ્રકારના સ્ક્વિબ્સ બનાવીને ઈસરોને સપ્લાય કરીએ છે. ચંદ્રયાન-3 માં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લગાવાયા છે. જે અમારા માટે ગર્વની બાબત છે. ગઈ વખતે ચંદ્રયાન-2 માં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હતી. પરંતુ આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે, ભારત ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરશે. વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ફરી એક વખત જોશે.-- નિમેષ બચકાનીવાલા (ડાયરેક્ટર, હિમસન સિરામિક કંપની)

ભારતની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી: બચકાનીવાલાએ સાથે જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ માટે કોમ્પોનન્ટ બનાવતા હતા. પોખરણ વખતે અનેક દેશોએ કોમ્પોનન્ટ ખરીદવા માટે ભારતની કંપનીઓને બ્લેક લિસ્ટ કરી દીધા હતા. ત્યારે ઈસરોએ અમારો સંપર્ક કર્યો હતો. ત્યારથી જ અમે આ કોમ્પોનન્ટ બનાવી રહ્યા છે. આ એલ્યુમિનિયાથી તૈયાર થાય છે. 4000 ડીગ્રી સેલ્સિયસ થી પણ વધુ ટેમ્પરેચર પર એને મેલ્ટીંગ કરવામાં આવે છે.

યાનને સુરક્ષિત રહેશે : આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આ પાર્ટ્સને યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશનમાં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી. કારણકે યાનને લોન્ચ કરવામાં આવે ત્યારે નીચેના ભાગમાં ફાયરિંગ જોવા મળે છે. તે ઉપર વાયરીંગ તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

  1. Threads App: ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે મેટાની નવી એપ, મળશે રીયલટાઈમ અપડેટ
  2. Green Hydrogen: ગ્રીન હાઈડ્રોજન ભવિષ્યનું ઈંધણ બનશે, ભારત બનશે સૌથી મોટું બજાર

Last Updated : Jul 6, 2023, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.