ઉધના-સુરત સેક્શન પર ચાલુ ટ્રેને કોલેજ સ્ટુડન્ટનો મોબાઈલ લૂંટની ઘટનામાં પગ કપાઈ ગયા બાદ રેલવેને ઉધના અને સુરત રેલવે સ્ટેશનને સીસીટીવી કેમેરાનું મહત્વ સમજાયું છે અને કેમેરા લગાડવાની તૈયારી કરવામાં આવી છે.
હાલ સુરત રેલવે સ્ટેશને 32 સીસીટીવી કેમેરા છે, જયારે ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ પણ સીસીટીવી કેમેરા લગાડવાનું મુહૂર્ત નીકળી શક્યું ન હતું. ઉધના રેલવે સ્ટેશને કેમેરા લગાડવા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સીસીટીવી કેમેરા લગાડવામાં રેલવેએ રસ દાખવ્યો ન હતો. આખરે 27 એપ્રિલના રોજ મહિલા મુસાફરનો પગ કપાઈ જવાની ઘટના બાદ RPF અને GRPના જવાન પર સતત દબાવ આવતા સાથે તેઓએ કેમેરા લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.