ઇંજેક્શનની કાળાબજારી
- સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારી
- ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં 2 કેમિસ્ટ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ
- કોરોનાના અતિ ગંભીર દર્દીઓને આપવામાં આવે છે ટોસિલિઝુમેબ ઈન્જેકશન
- ઈન્જેકશન કૌભાંડ મામલે સુરતની ઉમરા પોલીસે 7 લોકો સામે ફરિયાદ નોંધી
- 40 હજારના ઇન્જેક્શનના 70 હજારથી 1 લાખ સુધી રૂપિયા દર્દીઓ પાસેથી વસુલાયા
સુરતઃ કોરોના કાળ જેવા આકરા સમયમાં ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારી કરનારા 7 લોકો સામે આખરે સુરત પોલીસે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર પ્રકરણમાં ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 2 કેમિસ્ટ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે, જોકે હજુ તમામ આરોપીઓની ધરપકડ બાકી છે.
ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારી, 7 લોકો સામે સુરત પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યા વધી રહી છે અને અતિ ગંભીર દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેકશન આપવામાં આવે છે. આ ઇંજેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનથી આપવામાં આવતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઇંજેક્શનની અછત સર્જાઇ હતી. તેની ફરિયાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ સુધી પહોંચી હતી તે વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, કેટલાક કેમિસ્ટ સહિત લોકો આ ઇંજેક્શનની કાળાબજારી કરી રહ્યા હતા. 40 હજારના ઇન્જેક્શનના બદલે 70 હજારથી 1 લાખ સુધીના રૂપિયા દર્દીઓના પરિજનો પાસેથી વસૂલવામાં આવ્યા હતા. આખરે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ ઈન્જેકશન કૌભાંડ મામલે સુરતની ઉમરા પોલીસે 7 લોકો સામે ફરિયાદ નોંધી હતી.સુરતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા ઉમરા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા સાર્થક ફાર્માની માલિક ઉમાં કેજરીવાલ, મિતુલ શાહ, અમિત મછરાણી, ઘનશ્યામ વ્યાસ, અભિષેક, ભાવેશ સોલંકીનો સમાવેશ થયા છે. આ ફરિયાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર વિભાગના નિરીક્ષણ અધિકારી મહેશભાઈ ઇટલીયા દ્વારા નોંધાવવામાં આવી છે. જેની સમગ્ર તપાસ હવે ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે.