ETV Bharat / state

સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ - BJP state president CR Patil

સુરતમાં કોવિડ હોસ્પિટલ ખાતે સી.આર. પાટીલે દર્દીઓના પરિવારજનો સાથે મુલાકાત લીધી હતી અને સાથોસાથ તેમને પડતી હાલાકી અંગેની ચર્ચાઓ પણ કરી હતી. ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સના તમામ કર્મચારીઓને મળીને તેમની સાથે પણ વાર્તાલાપ કરી તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી હતી. પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોને હાલાકીના થાય આ માટેની કટિબદ્ધ છે. ઇન્જેક્શન અને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવામાં આવ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
author img

By

Published : Apr 10, 2021, 8:53 AM IST

Updated : Apr 10, 2021, 6:33 PM IST

  • સુરતમાં કોરોનાના સતત પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો
  • ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી
  • શહેરમાં ભાજપ 5,000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે

સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી. સુરતમાં ભાજપ 5,000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે. જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાની કરી અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇંજેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

આ પણ વાંચો : ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના, નવા 4,541 કેસ, કુલ 42 લોકોના થયા મોત

108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી

હોસ્પિટલ બહાર ઊભા રહેલા કોરોના દર્દીઓના પરિવારજનો સાથે સી.આર.પાટીલે વાતચીત કરી હતી. એટલું જ નહીં 108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી. તેઓએ જણાવ્યું છે કે, સુરતને મુખ્યપ્રધાન દ્વારા ઇન્જેક્શન અને ઓક્સિજનની સગવડ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓ ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે.

સુરતમાં દરરોજ 800થી વધુ કેસ નોંધાય છે

કોરોના વિસ્ફોટના કારણે સુરતની સ્થિતિ દયનીય બની છે. અહીં રોજે 800થી વધુ કરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતના નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. તેઓએ હાજર કોરોનાના દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ

દર્દીને વિડીયો કોલ કરાવી પરિજન સાથે વાત કરાવી

સી.આર.પાટીલને જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને પરિવારજનો એકબીજા સાથે વિડીયો કોલ કરી શકતા નથી એવી સ્થિતિ સર્જાઇ છે. જેથી તેઓએ ત્યાં જ એક દર્દીને વિડીયો કોલ કરાવી પરિજન સાથે વાત પણ કરાવી હતી. તથા આશ્વાસન આપ્યું હતું કે, પરિવારજનોની આ સમસ્યાનો નિકાલ લાવશે. જીવન રક્ષક રેમડેસિવિર 5,000 ઇન્જેક્શન સુરત માટે લાવવામાં આવશે અને વધુ બેડ તૈયાર કરવામાં આવશે.

Last Updated : Apr 10, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.