સુરત: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેએ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરી ચૂક્યા છે અને હવે ફરી એક વખત તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના નેતાઓ એક બાદ એક ચૂંટણી સભા યોજી રહ્યા છે આવી જ એક જ ચૂંટણી સભામાં મલ્લિકાર્જુન ખડગે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ જેવા કહ્યું છે. જેને લઇ દેશભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો લાલ ધૂમ થઈ ગયા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાર્ટીલે પણ કોંગ્રેસ અને ગાંધી પરિવારને આડે હાથ લીધો હતો.
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે આ સંસદીય શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે. શેરીના ગુંડાઓ જે ભાષા વાપરતા હોય છે તેના પ્રયોગ પણ તેઓએ કર્યા છે. કુલ મળીને 91 વખત આવા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શબ્દ પ્રયોગ કર્યા છે તેની યાદી છે. પરંતુ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે આટલા સિનિયર હોવા છતાં પીએમ મોદી પર ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી પરંતુ આ કોંગ્રેસની પરંપરા રહી છે.' - સી.આર. પાટીલ, પ્રદેશ પ્રમુખ, ભાજપ
કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ: સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 'સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા અને અભદ્ર ટિપ્પણી કરવાથી ક્યારે બાજ આવતા નથી. મલ્લિકાર્જુન ખડકે કહે છે કે પીએમ મોદી ઝેરી સાપ છે. આજે આખા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તમામ તબકકાના લોકો મોદી સાહેબને આશાની નજરે જુએ છે. દેશના લોકો વડાપ્રધાન મોદીથી ખુશ છે ત્યારે ખડગેજીએ નિવેદન આપીને પોતાનું સ્તર બતાવી દીધું છે. પહેલા અનેક લોકોએ કહ્યું હતું કે મોદીની કબર ખોદવામાં આવશે.'