સુરત : અઠવાલાઇન્સ ખાતે આવેલી એમટીબી કોલેજમાં તેમજ અન્ય કોલેજોમાં ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા વિધાર્થીઓને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આ પત્રિકામાં આપવામાં આવેલ સરકારના પ્રતિનિધોઓના સંપર્ક નંબર પર કોલ કરી સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ અને રજુઆત કરવામાં આવે તેવી અપીલ વિધાર્થીઓ પાસે કરી હતી.
ટોલટેક્સ સમિતિની આ લડતમાં બારડોલી અને સુરત જિલ્લાના મોટાભાગના ગામડાઓ તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે સુરતના મેયરને પણ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. જ્યાં મેયરે સરકારના પ્રધાનો સમક્ષ આ રજુઆત મૂકવાની હૈયા ધરપત આપી છે.