ETV Bharat / state

સુરતમાં રહેતા બંગાળી શ્રમિકોએ ETV BHARATના માધ્યમથી વતન જવા માટે મમતા સરકાર પાસે લગાવી ગુહાર

શહેરમાં વસતા પશ્રિમ બંગાળના શ્રમિકોની હાલત ખૂબ જ કફોડી બની ગઇ છે. ત્યારે બંગાળી શ્રમિકો દ્વારા એક જ વાત કરવામા આવી રહી છે કે, તેમને વતન જવા મળે. ETV Bharatના માધ્યમથી તેઓએ મમતા સરકાર પાસે ગુહાર લગાવી છે. સાત હજારની યાદી કલેક્ટરને સુપરત કરવામા આવી રહી છે. જેમાં તમામ શ્રમિકો એક જ આશા લઇને બેઠા છે કે ક્યારે તેઓ પોતાના વતન પરત ફરશે.

બંગાળી શ્રમિકોએ ETV BHARATના માધ્યમથી વતન જવા માટે મમતા સરકાર પાસે લગાવી ગુહારબંગાળી શ્રમિકોએ ETV BHARATના માધ્યમથી વતન જવા માટે મમતા સરકાર પાસે લગાવી ગુહાર
બંગાળી શ્રમિકોએ ETV BHARATના માધ્યમથી વતન જવા માટે મમતા સરકાર પાસે લગાવી ગુહાર
author img

By

Published : May 14, 2020, 6:11 PM IST

સુરત : રોજગારી અર્થે પંદર લાખથી વધુ શ્રમિકો જુદા-જુદા રાજ્યોમાથી સુરત આવતા હોય છે. લોકડાઉનની વચ્ચે તમામ શ્રમિકો સુરતમા ફસાાઇ ગયા હતા. જેમાં શ્રમીકોને બે વખતનું ભોજન પણ નસીબ નથી થઇ રહ્યું. ત્યારે વિવિધ રાજ્યોના સીએમ દ્વારા તેઓના શ્રમિકોને બોલાવવાની પરવાનગી આપવામા આવી રહી છે. જો કે હજી સુધી પશ્રિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા તેમના શ્રમિકોને વતન બોલાવવા માટેની કોઇ પણ પ્રકારની પરવાનગી આપવામા આવી નથી. ત્યારે સુરતમા વસતા બંગાળી કારીગરોને હાલત ખૂબ જ કફોડી બની છે.

બંગાળી શ્રમિકોએ ETV BHARATના માધ્યમથી વતન જવા માટે મમતા સરકાર પાસે લગાવી ગુહાર

આ તકે તમામ શ્રમિકોનું કહેવું છે કે, હાલ તેમની હાલત દયનીય બની છે. બે ટાઈમના ભોજન માટે પણ માગીને ખાવાની નોબત આવી રહી છે. પૈસા પણ પુરતા નથી. આ વચ્ચે ફસાયેલા તમામ શ્રમિકો વતન પરત બોલાવવાની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યાં છે.

શ્રમીકો ઘરે પરત ફરવાને લઇને સાથોસાથ કલેકટર કચેરી ખાતે પણ સાત હજારથી વધુ લોકોનુ લીસ્ટ આપી દેવામા આવ્યુ છે. કલેક્ટર દ્વારા પણ આશ્વાસન આપવામા આવ્યું છે કે તેઓ દ્વારા પુરેપુરો પ્રયાસ કરાશે કે તેઓ પોતાના વતન પહોંચી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.