સુરત : બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ જ્યાં કોંગ્રેસ ભાજપને ઘેરી રહી છે ત્યારે હવે શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ પર શબ્દ પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્ય દરબાર કાર્યક્રમોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ભાજપનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ ચાલી રહ્યું છે. આ યુગમાં આવું ન થવું જોઈએ.
રાજનીતિ તેજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં બે દિવસ બાગેેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે અમદાવાદ અને રાજકોટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લાખોની સંખ્યામાં લોકોને સંબોધશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત કાર્યક્રમને લઈ હવે રાજકારણમાં હલચલો થઇ રહી છે. ગુજરાતના કાર્યક્રમમાં ભાજપની જે રીતે સક્રિયતા નજર આવી રહી છે એને લઈ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આજે સુરતમાં શંકરસિંહ વાઘેલાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ ભાજપને ઘેર્યો હતો.
ખોટા ચમત્કારના નાટક આ બધું બંધ થવા જોઈએ. ધર્મના નામે ધતિંગ છે. આ યુગમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ. ધર્મના નામે ધતિંગ કરનાર લોકો દેશમાં ક્યારે પણ ભૂખે મરતા નથી. આ ભારતીય જનતા પાર્ટીનું માર્કેટિંગ છે. ભાજપા ભગવાધારી લોકોનો દુરુપયોગ કરી કરી રહી છે. ખોટા ચમત્કારના નામે નાટક બંધ થવા જોઈએ... શંકરસિંહ વાઘેલા (વરિષ્ઠ નેતા)
કાર્યક્રમને લઈ નેતાઓ સક્રિય : સુરત શહેરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 અને 27 મે ના રોજ દિવ્ય દરબારમાં હાજર રહેશે જેને લઇ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને આ કાર્યક્રમને લઈ જે આયોજન સમિતિની રચના કરવામાં આવી છે તેમાં રાજ્ય સરકારના પ્રધાન મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈ સહિત ભાજપના 20 જેટલા નેતાઓ સામેલ છે.
કાર્યક્રમ રદ કરવા આવેદનપત્ર : જેમાં અનુમાન છે કે આશરે 2 લાખથી પણ વધુ લોકો હાજર રહેશે. ઉનાળાની સિઝનમાં આ કાર્યક્રમ હોવાથી તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સુરતમાં આયોજિત થનારા કાર્યક્રમને લઈ વિવાદ પણ સર્જાયો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ આ કાર્યક્રમ રદ કરવા માટે પોલીસ કમિશનર અને કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર પણ આપ્યું છે.
- Baba Bageshwar In Gujarat: દિવ્ય દરબારના વિરોધ બાદ પુરુષોત્તમ પીપરીયા અને બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે સમાધાન
- Baba Bageshwar In Gujarat: ત્રણ મહાનગરમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણો સંપૂર્ણ આયોજન
- Baba Bageshwar Dham in Surat : સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમમાં એસી કુલરની સુવિધાઓ સાથે અન્ય વ્યવસ્થા શું થઇ જૂઓ