ETV Bharat / state

ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર આરોપી ઝડપાયો - ISIના એજન્ટ સાથે માહિતી શેર કરનાર આરોપી ઝડપાયો

સુરત: પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર(shared secret information with ISI agent) આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરૂદ્ધ રાજદ્રોહ અંગેની કલમ દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી તે પોતાને ISIના એજન્ટ બતાવનારા હમીદના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ હમીદ સાથે ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહીતી શેર કરી હતી.(Shared secret information related to the Army) માહિતી બદલ આરોપીએ હમીદ પાસેથી 75 હજાર રૂપિયા લીધા હતા.

ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર આરોપી ઝડપાયો

author img

By

Published : Dec 13, 2022, 6:47 PM IST

Updated : Dec 13, 2022, 8:23 PM IST

સુરત: પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર(shared secret information with ISI agent) આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે રાજદ્રોહ અંગેની કલમ દાખલ કરીને ફરિયાદ નોંધી છે. ISIના એજન્ટ સાથે ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરી હતી.(Shared secret information related to the Army) માહિતી શેર કરવા માટે 75 હજાર રૂપિયા લીધા હતા.

ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર આરોપી ઝડપાયો

ફેસબુકથી ISIના એજન્ટ સાથે સંપર્ક: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક એજન્ટને ગુપ્ત માહિતી આપનારની ગુજરાતના સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કમાન્ડની મિલિટરી ઈન્ટેલિજન્સનાં આધારે દરોડો પાડી દીપક સાળુંકે નામના આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આરોપી વિરૂદ્ધ રાજદ્રોહ અંગેની કલમ દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી દીપક સાલુંકેની ઉંમર 32 વર્ષની છે. તે ફેસબુકમાં પૂનમ શર્મા નામની ફેક આઇડી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તે પાકિસ્થાનના એક શખ્સ હમીદ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. જુન મહિનાથી તે હમીદના સંપર્કમાં હતો. વાતચીત દરમિયાન હમીદે પોતે ISI એજન્ટ હોવાનું કબુલ્યું હતું.

દુકાનમાં જાસૂસી પ્રવૃત્તિઓનું સંચાલન: આરોપી દીપક સાળુંકે સુરતના ભુવનેશ્વરી નગર વિસ્તારની યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો હતો. મની પ્રવૃત્તિઓ પણ સામાન્ય નાગરિકો જેવી હતી. તેના પર કોઈને શંકા ન જાય તેથી તેણે સુરતમાં સાઈ ફેશન નામની દુકાન ખોલી તેનું સંચાલન કરતો હતો. આરોપી દુકાનમાં રહીને તેની જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. અને મહત્વપૂર્ણ માહિતી આપવાના બદલામાં નાણાં મેળવતો હતો.

આર્મીને લગતી ગુપ્ત માહિતી શેર કરી: પોતાને પાકિસ્તાની ISI એજન્ટ કહેનારા શખ્સને આરોપી દીપક સાલુંકેએ ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરી હતી. જે બદલ હમીદે આરોપીને 75 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ISI એજન્ટ દીપક કિશોર બે પાકિસ્તાની હેન્ડલર હામિદ અને કાશિફના સંપર્કમાં હતો અને આ પાકિસ્તાની હેન્ડલરો સાથે સંવેદનશીલ માહિતી શેર કરતો હતો. પાકિસ્તાની હેન્ડલર્સ આરોપીઓ પાસેથી જે પણ માહિતી માંગતા હતા તે અંગે તે શોધી કાઢતો હતો.

પોલીસે આ મામલે FIR નોંધી છે. આગળની કાર્યવાહી માટે આ કેસ SOGને સોંપવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવશે.

Last Updated : Dec 13, 2022, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.