સુરત: અંત્યોદય ટ્રેનમાં તમામ 18 અનરિઝર્વ કોચ છે. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે તો તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે. ટ્રેનની સીટો ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે.
ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી: ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે. એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે.જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી. આવી ટ્રેનમાં લગભગ 24 કલાકની મુસાફરી મુસાફરો કેવી રીતે કરશે. અન્ય ટ્રેનોમાં રિઝર્વેશન તેમને મળતી નથી. બીજી બાજુ આ ટ્રેન માટે પણ તેમને પ્લેટફોર્મ પરથી ટિકિટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.
અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ: શાળાઓમાં 15મી એપ્રિલથી રજા શરૂ થઈ ગઈ છે અને હવે પોતપોતાના ગામોમાં જનારા લોકોની ભીડ વધવા લાગી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે અને જ્યારે પણ શાળાઓની રજા થાય તેવો પોતાના વતન જતા હોય છે પરંતુ ટ્રેનની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. રવિવારે અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી. જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો ST Sangamam: સૌરાષ્ટ્ર તમિલ સ્પેશીયલ ટ્રેન અમદાવાદ ખાતે થયું ભવ્ય સ્વાગત
મુસાફરોએ ગેટ બંધ કરી દીધા: આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. આ માટે સવારના 5 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા. આ ટ્રેનમાં ભીડ એટલી હતી કે આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી અને પ્રવેશવાની કોઈ જગ્યા નહોતી, જેના કારણે આ ટ્રેનમાં સવાર મુસાફરોએ ગેટ બંધ કરી દીધા હતા. જેથી કરીને અન્ય મુસાફરો બળજબરીથી પ્રવેશ ન કરે. આ દરમિયાન 400 થી 500 મુસાફરો હતા જેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શક્યા ન હતા અને પરત ફરવું પડ્યું હતું.
આ પણ વાંચો STSangamam : સૌરાષ્ટ્ર તમિલ સંગમમના મહેમાનોને ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા કરાવાશે
ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ: ગયા વર્ષની દિવાળીની જેમ, RPFએ પ્લેટફોર્મ બે અને ત્રણ પર ડઝનબંધ જવાનોને તૈનાત કર્યા હતા. જેથી મુસાફરો ટ્રેક પર ન આવે અને શેડ પર ચઢી ન જાય. જેથી મુસાફરો પ્લેટફોર્મની પીળી લાઇનની અંદર ઉભા રહે. ઉધના-જયનગર અંત્યોદય અનરિઝર્વ્ડ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે, જેમાં મુસાફરોએ જનરલ ટિકિટ લઈને મુસાફરી કરવી પડે છે. તેમાં કુલ 18 કોચ જોડવામાં આવ્યા છે.