સુરતઃ રાજકારણમાં પાસના કાર્યકર્તાઓની દાદાગીરી દિવસે-દિવસે વધતી જોવા મળી રહી છે, ત્યારે અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ થતા તે ફરાર થયો હતો. હાલમાં ચર્ચામાં રહી ચૂકેલા અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પોતાના પ્રચાર પોસ્ટરમાં સરદાર પટેલની પ્રતિમા છપાવી હતી. અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે કે, કોંગ્રેસ 24 કલાકની અંદર સરદાર પટેલની તસવીર હટાવે...
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે 70 વર્ષ બાદ પોતાના બેનર પર સરદાર પટેલને સ્થાન આપ્યું છે. કોંગ્રેસ સરદાર પટેલના ફોટાનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી જીત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ કોંગ્રેસ પર ફિટકાર વરસાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસ 24 કલાકમાં સરદાર પટેલના ફોટા દૂર કરે અને જો 24 કલાકમાં તસવીર હટાવવામાં નહીં આવે તો પાસના કાર્યકરો ઉગ્ર વિરોધ પ્રર્દશન કરશે.