સુરત એક તરફી પ્રેમમાં યુવાનો પાગલ થઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સુરતમાં ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના જ વિસ્તારમાં જ ક્રાઇમના (Crime in Surat )દરમાં વધારો થતા રાજયમાં સુરક્ષા પર પણ સવાલ થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં UPSCની તૈયારી કરતી કિશોરીને પોતાની સાથે સંબંધ રાખવા (acid attack threat teenage girl in surat) માટે દબાણ કરી એસીડ ફેંકવાની ધમકી (Acid attack threat in Surat) આપનાર રીઢા આરોપીને ડીંડોલી પોલીસે(Dindoli Police Surat) ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીની અનેક ફરિયાદ નોંધાઈ ચુકી છે.
કિશોરી ક્લાસીસમાંથી ઘરે તારીખ 23 ઓક્ટોબર 2022ના રોજ કિશોરી ક્લાસીસમાંથી ઘરે આવી રહી હતી. તે વખતે સઇદ ચુહા તથા ધમુ ખલસે નામના આરોપીઓએ રસ્તામાં જ કિશોરીને અટકાવીને સઇદ ચુહા સાથે રીલેશન રાખવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં રીલેશન નહી રાખે તો એસિડ ફેંકવાની ધમકી(acid attack threat teenage girl in surat) પણ આપી હતી જે સંદર્ભે સુરતના ડીંડોલી પોલીસ મથકમાં કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધાક ધમકી અને તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) 2012 ની કલમ- 12,18 મુજબથી ગુન્હો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
કાર્યવાહી કરવામાં આવી તારીખ 02 નવેમ્બર 2022ના રોજ આરોપી ધર્મેશ ખલસેને પકડી પાડી તેના વિરૂધ્ધ પાસા અટકાયતી હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બીજો આરોપી સઇદ ચુહા નાસતો ફરતો હતો. 26 વર્ષીય અન્ય રીઢા આરોપી સહીદ ઉર્ફે ચુહા ઉર્ફે આસીફ નઝીરખાન કાદરખાન પઠાણને પોલીસે ખ્વાજાનગર માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ સલાબતપુરા સુરત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન 16 જેટલા ચોરીના ગુના દાખલ છે.